ફોબર્સ મેગઝિન દ્વારા દુનિયાની સૌથી વધારે કમાણી કરતી ટોપ-15 મહિલા ખિલાડીની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેરિકાની ટેનિસ ખિલાડી સેરેના વિલિયમ્સ પહેલા સ્થાન પર છે. તેની કમાણી 29.2 મિલિયન ડૉલર (રૂ. 207 કરોડ) છે. તેમાં પ્રાઇઝ મનીથી 4.2 મિલિયન ડૉલર (રૂ. 29.7 કરોડ) અને જાહેરાત થી 25 મિલિયન ડૉલર (177 કરોડ રૂપિયા) મળ્યા.
બીજા સ્થાન પર સિંધુની કુલ કમાઈ 5.5 મિલિયન ડૉલર (38.9 કરોડ રૂપિયા) છે. જેમાં તેણે પ્રાઇઝ મનીથી 3.54 કરોડ અને જાહેરાતથી 35.4 કરોડ રૂપિયા કમાવ્યા.
ફોબર્સએ કહ્યું, સિંધુ ભારતીય માર્કેટમાં સૌથી વધુ માંગ ધરાવતી મહિલા એથ્લેટ છે. 2018 ના સીઝનમાં બીડબ્લ્યુએફ વર્લ્ડ ટુર ફાઈનલ જીતવા વાળી પહેલી ભારતીય બની હતી. સિંધુ બેડમિન્ટન રેંકિગમાં ત્રીજા સ્થાન પર છે. તેણે આજ સુધી 248 મેચ જીતી. જ્યારે 106 મુકાબલામાં તેને હારનો સામનો કરવો પડ્યો.
આ લિસ્ટમાં 12 ટેનિસ ખેલાડી છે. ફૂટબોલથી એક અમેરિકાની એલેક્સ મોર્ગન છે. બેડમિન્ટન થી ફકત સિંધુને સ્થાન મળ્યું. ગોલ્ફથી થાઇલેન્ડની આરીયા જૂતાનુગારનને લિસ્ટમાં શામિલ કરી. શરૂઆતની 10 ખેલાડીઓમાં ફકત ટેનિસનાં ખેલાડીઓ જ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.