બ્રેકફાસ્ટમાં વધુ પડતા લોકો બ્રેડ ખાવાનું પસંદ કરે છે. આ કોઈ પણ પ્રકારમાં હોઈ શકે છે. સ્લાઇસના પ્રકારમાં,ટોસ્ટના પ્રકારમાં કે પછી સૅન્ડવિચના પ્રકારમાં. પણ શું બ્રેડ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે સારું છે?
બ્રેડમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે આપણા શરીર માટે ‘તત્વ ફ્યુઅલ’ તરીકે કામ કરે છે. પરંતુ આ ત્યારેજ હેલ્ધી હોય છે જયારે આની સાથે અન્ય પોષક તત્વો જેમ કે વેજિટેબલ્સ, સ્પ્રોઉટ્સ અથવા અન્ય કોઈ હેલ્ધી વસ્તુનું મિશ્રણ હોય.
સ્લાઈસ બ્રેડમાં હાઈલી પ્રોસેસ્ડ સિમ્પલ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જેના કારણે બ્રેડ જલ્દી પચી જાય છે અને શરીરને પોષક તત્વો મળતા નથી અને સાથે ભૂખ પણ જલ્દી લાગે છે જે વજન વધવાનું કારણ બની શકે છે.
બ્રેડનું જલ્દી પચવું બ્લડ શુગર માટે પણ સારુ નથી. જયારે પેટ ખોરાક પચાવે છે ત્યારે બ્લડ શુગર લેવલ પર અસર પડે છે. હાઈ ફાઇબર વાળા ફૂડ્સ આ લેવેલને ધીરે ધીરે વધારે છે જયારે બ્રેડ જલ્દી પચી જાય છે. જેના કારણે ઇન્સ્યુલિન લેવલ વધારે પ્રમાણમાં વધી જાય છે. જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે સારું નથી. સાથે બ્રેડમાં એક ગ્લટન નામનું પદાર્થ આવે છે જે એલર્જી વાળા લોકો માટે ખતરનાક હોય શકે છે.
હોલગ્રેન બ્રેડ તથા મલ્ટિગ્રેન બ્રેડ સારી હોય છે પેકેટ પર ચેક કરીને આ બન્ને બ્રેડનું સેવન તમે કરી શકો છો. આ બ્રેડની ખાસિયત એ છે કે તેમાં ફાઇબરના તત્વો હોય છે જેથી તે રીફાઇન્ડ લોટના બ્રેડની જેમ નુકસાન નથી કરતી અને આમા વિટામિન પણ હોય છે જે શરીરને ફાયદો પોંહચાડે છે.
મોટે ભાગે લોકો સેન્ડવિચ બનાવે ત્યારે તેમાં બટકાં,મીટ, અને ફ્રાઈડ વસ્તુઓ વધુ પ્રમાણમાં નાખે છે. જે શરીરને વધારે નુકસાન પોંહચાડે છે.