સોશ્યિલ મીડિયા પર લોકો ‘FaceApp’ નો ઉપયોગ કરીને વૃદ્ધ અવસ્થાનો ફોટો પોસ્ટ કરી રહ્યા છે. 2017 મા લોન્ચ થયેલી આ એપ હાલમા ખૂબજ ચર્ચામા છે. ક્રિકેટર થી લઈને ઘણાં સેલિબ્રિટી સહિત તમામ ‘Old Age’ નું ફિલ્ટર લગાવી ફોટો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં તેઓ વૃદ્ધ લાગી રહ્યા છે.
સોશ્યિલ મીડિયામાં વાઇરલ થનાર આ એપની પાછળ પ્રાઈવેસીનો લઈને પણ ઘણા પ્રશ્નો સામે આવી રહ્યા છે. આ એપ લોકોને વૃદ્ધ દેખાડવા માટે ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે, જે એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ (AI) છે.

ટવિટર પર Elizabeth Potts Weinstein નામની એક મહિલા વકીલે એક પોસ્ટ પર લખ્યું છે કે, તમે #FaceApp નો ઉપયોગ કરતા હોવ તો તમે આ એપને તમારા ફોટો,નામ,યુઝરનેમ અને તમેજ જે વસ્તુને પસંદ કરો છો એનું લાઇસન્સ આપી રહ્યા છો.
મહિલાએ ફેસ એપનું પોલિસી પેજ પણ શેર કર્યું છે. આ પોસ્ટ પર કેટલા લોકોએ રિટવિટ કરી આની પ્રાઈવેસીને લઈને સવાલો કર્યા છે. ઘણાં IOS યુઝર્સ પણ પ્રાઇવેસીને લઈને એમની સમસ્યા જણાવે છે.
એક યુઝરે ટવિટ કરીને લખ્યુકે તેણે તેની settings મા “Allow FaceApp to Access” મા photos સેકશનને Never સેટ કરેલું તો પણ FaceApp ના ઉપયોગ કરવાથી તેની ફોટો, FaceApp ની (Photo Gallery) મા ઍક્સેસ થતી હતી.
આ પણ વાંચો : લ્યો બોલો, હાફિઝ સઈદના ધરપકડનું શ્રેય ડોનાલ્ડ ટ્રમ્પે લેવું છે !
કેવી છે લોકપ્રિયતા
એપને અત્યાર સુધી 10 કરોડથી વધુ ડાઉનલોડ મળી ગયા છે. ભારતીય ટીમના બધા ક્રિકેટર્સની એક ફોટો વાઇરલ થઈ રહી છે જેમા ફેસ એપની મદદથી તેમને વૃદ્ધ બનાવવામાં આવ્યા છે.આ લિસ્ટમાં ધોની,કોહલી,ચહલ,રોહિત શર્મા,અને બીજા ખિલાડીઓનો પણ સમાવેશ થાય છે.
આ ફોટો હવે દરેક સોશ્યિલ મીડિયા સાઇટ્સ પર વાઇરલ થઈ રહ્યો છે. અને તેમના ફોટો memes પણ બનાવવામા આવી રહ્યા છે. તો કેટલાક લોકો શેર કરીને આને 2050ના સદીની ભારતીય ટીમ જણાવી રહ્યા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.