સુરતે થોડાક જ સમય પહેલા સ્વચ્છ સર્વેક્ષણ 2020ના ત્રીજા ક્રમે સિલેક્ટ થયું છે. હાલમાં સુરત ભારત સરકારના સ્ટાર્ટસ ફોર પીપલ ચેલેન્જમાં નોંધાયું છે. જેમાં સુરત સિવાય અન્ય 113 શહેરોનો પણ સમાવેશ છે. આ ચેલેન્જમાં રજીસ્ટર શહેરોને યોગ્ય બનાવવા ઝડપી, નવીન અને ઓછી કિંમતના હસ્તક્ષેપોનો અમલ કરશે. જઆ ચેલેન્જમાં સ્થળ નિર્માણ અને જીવનનિર્વાહ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ચેલેન્જની સફળતા માટે સુરતવાસીઓનો સાથ જરૂરી છે. તંત્ર અને શહેરીજનોના યોગ્ય તાલમેલ દ્વારા સાથે કામ કરવું પડશે.
આ સ્ટાર્ટસ ફોર પીપલ ચેલેન્જ 11 સપ્ટેબરે રાજ્ય મંત્રી હરદીપસિંહ પુરીએ MoHUA દ્વારા શરુ કરી હતી. આ ચેલેન્જનો હેતુ કોરોનાથી આર્થિક, સલામતી અને બાલ મૈત્રીપૂર્ણ હસ્તક્ષેપ દ્વારા જાહેર જગ્યાઓ પર શહેરને પ્રેરણાને ટેકો આપવાનો છે.
આ ચેલેન્જ બે તબ્બકામાં થશે. જે ફેબ્રુઆરી 2021 સુધી ચાલશે. આ ચેલેન્જના પ્રથમ તબ્બકામાં દરેક શહેરે ઓછામાં ઓછો એક ફ્લેગશિપ વર્કિંગ પ્રોજેક્ટ ઓળખવા અને પરીક્ષણ કરવાનો રહેશે. મુખ્ય પ્રોજેક્ટ માટે સંભવિત સ્થાનો પરિવહન કેન્દ્રો, હેરિટેઝ ઝોન, વ્યાપારી શેરીઓ, બજારના વિસ્તાર, મનોરંજન કોરોડોર જેવી જગ્યાઓ સામેલ હોઈ શકે છે. શહેરની આગેવાની હેઠળ ડિઝાઇન સ્પર્ધા, દેશભરના વ્યાવસાયિકો પાસે નવીન વિચારો એકત્રિત કરવા જેને આ ચેલેન્જનો અભિન્ન ભાગ બનાવશે. સ્માર્ટ સીટીઝ મિશન નિષ્ણાંતોની પેનલ 11 શહેરોને પસંદ કરશે.
ત્યારબાદ સ્ટેજ 2 મૂલ્યાંકન પાઇલટ અને કેન્સેપ્ટીવ, સિટી-વાઈડ, સ્કિલ અપના પ્રસ્તાવો પર આધારિત હશે. જે શહેરોએ સ્ટેજ 1માં સબમિટ કરેલા હશે. શહેરોએ સ્કિલ અપ યોજનાઓનો વધુ વિકાસ અને પ્રારંભ માટે એવોડ,પ્રસંશાપત્રો અને માર્ગદર્શન પ્રાપ્ત હશે. આ તબ્બકો મે 2021 સુધી પૂર્ણ વધશે. આ ચેલેન્જ દરમિયાન શહેરોમાં ઓનલાઇન તાલીમ વર્કશોપ, નોલેજ સંસાધનો, લર્નિંગ ચર્ચાઓ, સ્થાનિક સમાજ સંગઠનો સાથે વાતચીત અને વ્યૂરચના માટે સહાય પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: એસટી નિગમ પાસે 7,863 બસ છતાં કરોડોના બોજ હેઠળ
આ ચેલેન્જમાં નાગરિકોના સહયોગ માટે એક ઓનલાઇન પોર્ટલ શરુ કરાયું છે. જેમાં ફોર્મ ભરીને સહયોગી બની શકો છો. જેમાં નાગરિકો ચેલેન્જ રોલ-આઉટમાં સંકલન, સમુદાય જોડાણમાં ભાગીદારી, સર્વેક્ષણ અને જમીન પરના અમલીકરણ કાર્ય માટે સ્વયંસેવકોને એકત્રિત કરવા, સર્વેક્ષણ અને જમીન પરના અમલીકરણ માટે સ્વયંસેવક બનવું, સામાયિક મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર, અસરોનું નિરીક્ષણ, પ્રાયોજકો લાવવા અને પ્રયોજક બનીને આ ચેલેન્જનો ભાગ બની શકો છો.
