IPLના 13માં સીઝનની ઓપનિંગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ(MI) અને ચેન્નાઇ સુપર કિંગ્સ(CSK) સામ-સામે હશે. શનિવારે આ મેચ આબુ ધાબી(Abu dhabi)માં શેખ ઝાયદ સ્ટેડિયમ(shaikh zayed stadium)માં રમાશે. મેચ પહેલા મુંબઈના કેપ્ટન રોહિત શર્મા(Rohit sharma)એ કહ્યું કે, તેઓ મહેન્દ્ર સિંહ ધોની(Mahendra singh Dhoni)ની ટીમ ચેન્નાઇ વિરુદ્ધ રમવાનું હંમેશા પસંદ કરે છે. IPLના ગયા સીઝનમાં આ બંને ટીમે વચ્ચે ફાયનલ મેચ રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમે જીત મેળવી હતી અને ચોથી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી.
શું કહ્યું રોહિત શર્માએ
રોહિતે મુંબઈ ઇન્ડિયન્સના ટ્વીટર હેન્ડલ પર જારી વિડીયોમાં કહ્યું, ‘ચેન્નાઇ વિરુદ્ધ રમવું હંમેશા મજેદાર હોય છે. અમે આ લડાઈનો આનંદ લઈએ છે. પરંતુ જયારે રમીએ છે તો બીજી વિરોધી ટીમોની જેમ જ એક ટીમ છે. અમે આ જ રીતે આગળ જઈએ છે અને કોઈ પણ વિરોધી ટીમથી દબાણ મેહસૂસ કરતા નથી.
દર્શકો આ બંને ટીમને સૌથી વધુ પ્રેમ કરે છે : હાર્દિક પડ્યા

ઓલરાઉન્ડર હાર્દિક પટેલએ કહ્યું કે, સૌથી વધુ પસંદ કરવામાં આવતી ટીમો વચ્ચે મેચ છે. હાર્દિકે કહ્યું, ‘આ એ મેચ છે, જેની લોકો રાહ જોય છે. મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ એ ફ્રેન્ચાઇઝી છે, જેને લોકો સૌથી વધી પ્રેમ કરે છે માટે આ મેચ વિશેષ બની જાય છે.
આ પણ વાંચો : કેરળ અને બંગાળથી અલકાયદાના 9 આંતકીઓ ઝડપાયા, સોશિયલ મીડિયા પરથી લીધી હુમલાની ટ્રેનિંગ
