જે જમાનામાં આપડે જીવી રહ્યા છે એ જમાનામાં પંડિત અને જ્યોતિષ ઘણા લોકોને નથી સમજતા. તેઓ કોઈ બાબાને નથી માનતા. પરંતુ ઘણા એવા લોકો પણ છે. જેમની સવાર થી લઇ સાંજ માત્ર બાબાઓ અને જ્યોતિષો ના જણાવેલ રસ્તા પર જ ચાલે છે. એમના કહ્યા પર તેઓ કોઈ પણ ધાતુ પહેરવા માટે તૈયાર થઇ જાય છે. તેમના કહ્યા મુજબ જ ચાલે છે. તમને એક વાત જણાવી દઈએ જે વાત જ્યોતિષો પણ તમને નથી કહેતા. શા માટે નથી કહેતા એ અમે તમને જણાવીશુ.
કેટલા પૈસા કમાશો ?

પૈસા કમાવવું તમારી મહેનત અને બુદ્ધિ પર નિર્ભર છે. જેનું અનુમાન તમારી પાસે જ હોય છે કોઈ બાબા કે જ્યોતીસ પાસે નહિ
કેટલું જીવશો ?

જીવન છે, તો એનો અંત પણ છે. પરંતુ એ કેવી રીતે થશે કહેવું એ કોઈ ના માટે મુમકીન નથી.
કયું કરિયર તમારા માટે સારું છે. ?

જ્યોતિષના ચક્કરમાં ફસીને પોતાનું કરિયર બનાવવા કરતા પોતાના સ્કૂલ અને કોલેજના માર્ક્સ ની સાથે સાથે પોતાને આંકો કે તમે શું કરી શકો છે.
તમારા મેરેજ ક્યારે થશે ?

જોડી ભગવાન બનાવે છે, તો પછી નીચે બેસેલા માણસ પાસે કેવી રીતે ઉમ્મીદ રાખી શકીયે કે તે તમારા પાર્ટનર વિષે કહી શકશે.
પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરવાનો સારો સમય?

કોઈ પણ જ્યોતીષ જો તમને જણાવી સકતે કે ક્યારે અને ક્યારે સુધી તમારા પૈસાથી જોડેલા કામ કરી શકશો. પરંતુ કોઈ પાસે પણ એક દમ સાચા સમયના આંકડા નથી હોતા.
અરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ ?

કોઈ ને પ્રપોઝ કરવું તમારા ટેલેન્ટ પર નિર્ભર કરે છે. જો તમારા માં હિમ્મત જ નથી કોઈ ને પ્રપોઝ કરવાની તો એમાં જ્યોતિષ શું કરવાના ? પછી જે મળે એ કરી લેવું.
તમારા પતિ કે પત્ની લગ્ન પછી કેવા હશે ?

એ તમારી ઓળખ અને વ્યવહાર પર નિર્ભર કરે છે. કોઈ પણ બાબાના ચક્કરમાં પડી સબંધ બગડાવાથી સારું છે કે પોતાના સબંધ સુધારવા પર ધ્યાન આપો
બાળક ક્યારે થશે ? તે છોકરી થશે કે છોકરો ?

કેટલી વાર એવું થાય છે કે જે લોકોને ઘણા સમય સુધી બાળક નથી થતું તેઓ જ્યોતિષ અને બાબાઓ ના ચક્કરમા પડી જાય છે. એમની પાસે જવા કરતા સારું છે કે ડોક્ટર પાસે જવો, તો સમસ્યાનું સમાધાન મળશે. અને છોકરો કે છોકરી બંને તમારું જ હશે માટે તપાસ ન કરો.
શું તમે કઈ ખોટું કરી રહ્યા છો, તો એ ખોટા કામથી કેવી રીતે બચી શકો ?

માણસ છે તો ભૂલ પણ થશે. પરંતુ પોતાની ભૂલથી શીખો અને પાછા ન કરો એજ એ વાતનું નિરાકરણ છે.
મારા ભાગ્યમાં શું કઈ સારું છે ?

તમારી કિસ્મત તમારી મહેનત પર નિર્ભર કરે છે. મહેનત કરો અને સારી બનાવો.
તમારો બિઝનેસ સફળ જશે કે નહિ ?

કોઈ પણ જ્યોતિષ એનો જવાબ નથી આપી શકતો. એ તમારા ઉપર નિર્ભર કરે છે.
