રથયાત્રા આવેને જાંબુની સીઝન ચાલુ થાય છે. જાંબુ સ્વાદમાં તો મીઠા હોય જ છે પરંતુ તેની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જાંબુને આપણે બધા મજાથી ખાતા હોઈએ છે પરંતુ શું તમે જાણો છો કે તેના ઠળિયાનો પાવડર ઔષધિ રૂપે વાપરવામાં આવે છે. રથયાત્રામાં મગ અને જાંબુનો પ્રસાદ આપવામાં આવે છે. તો ચાલો જાંબુ અને તેના ઠળિયાના સ્વાસ્થ્યવર્ધક ગુણો અંગે જાણી લઈએ.

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ઘણું ફાયદાકારક છે. તેના ઠળિયાનો પાવડર બનાવીને રોજ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. રોજ સવારે ભૂખ્યા પેચે ગરમ પાણી સાથે તેને પીવું જોઈએ.
પથરીની સમસ્યામાં તમે જાંબુ ખાઈ શકો છો. જાંબુના ઠળિયાના પાવડરને દહીં કે પાણી સાથે ખાવાથી કાયમ માટે પથરીની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. રોજ સવાર-સાંજ તેનું સેવન કરવું જોઈએ.

દાંત માટે પણ જાંબુ ફાયદાકારક છે. દાંતના પેઢામાં દુખાવો અથવા બ્લીડીંગની સમસ્યા હોય તો ઠળિયાના પાવડરને મંજનની જેમ વાપરી શકો છો. થોડાક દિવસોમાં જ તમને તેનું પરિણામ જોવા મળશે.

જો શરીર પર કોઈ ઈજા થઈ હોય તો આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને ઈજા પર લગાવવાથી તેમાં રાહત મળે છે.
