મિત્રતા એક એવો શબ્દ છે જે બધાની ઝિંદગીમાં કઈ ન કઈ રીતે જોડાયેલો છે. એક એવા જ રિલેશન જે લોહીના સંબંધ નથી ધરાવતું પણ, આપણાં જીવનથી એ રીતે સંકળાયેલું છે જે ક્યારેય છૂટું પડતું નથી. મિત્ર જો સાથે હોય તો દરેક મુશ્કેલી સરળતાથી પાર થઈ જાય છે પરંતુ જો સાથે ન હોય તો એજ મુશ્કેલી એટલી મોટી લાગે છે જાણે મુશ્કેલીનું પહાડ તૂટ્યું હોય.

તમે ઘણા પ્રકારની મિત્રતા જોઈ હશે જેમ કે મેલ ફ્રેન્ડ્સ, ફિમેલ ફ્રેન્ડ્સ, મેલ-ફિમેલ ફ્રેન્ડ્સ, માં અને દીકરી અથવા દીકરા વચ્ચેની મિત્રતા, પિતા અને દીકરી અથવા દીકરા વચ્ચેની મિત્રતા, અને ભાઈ-બેહન વચ્ચેની મિત્રતા. આજે હું તમને જણાવીશ એવી મિત્રતા જે જાણીને તમને નવાઈ તો નહિ લાગે પરંતુ એક ખુબસુરત લાગણીનો અનુભવ થશે.
આ વાત છે ગોવામાં રહેતા 23 વર્ષીય પ્રણવ અમોનકરની જે હાલમાં હજુ સ્ટડી કરે છે. પણ નાનપણથી જ તેને, એનિમલ્સ અને બર્ડ્સથી ખૂબ જ લગાવ છે. છેલ્લા 17 વર્ષથી તેને ત્યાં પેટ્સ છે. પ્રણવ સ્ટડી માટે બહાર રહે છે એટલે પેટ્સની સાર સંભાળ તેની ફેમિલી કરે છે.

તેના ઘરે 2 કુતરા, 3 બિલાડી, 2 ખિસકોલી, 2 લવ બર્ડ્સ, અને 15 થી 20 ટર્ટલ્સ છે. ફ્રેન્ડશીપ ડેના દિવસે પ્રણવ પેટ્સ સાથે પિકનિક પર જાય છે, તેમને બીચ, સ્વિમિંગ પૂલ, લોન્ગ ડ્રાઈવ્સ, અને કેમ્પિંગ ટ્રેકિંગ માટે લઇ જાય છે.
પ્રણવને જયારે અમે પૂછ્યું કે, એવી કઈ ખાસ વાત છે જે તમને હુમન્સ કરતા એનિમલ્સથી વધુ કનેક્ટ કરે છે? ત્યારે તેણે જણાવ્યું ‘તેમની પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો, અને તેઓ મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. જયારે રજા પર હું ઘરે આવું છું, ત્યારે સૌથું વધારે એ લોકો ખુશ હોય છે.’
આ પણ વાંચો : ફ્રેન્ડશીપ ડે પર તમારા ફ્રેન્ડને શું ખાસ ગિફ્ટ આપશો ?
જયારે પ્રણવને અમે તેના ભવિષ્યના પ્લાન વિષે પૂછ્યું તો તેને જણાવ્યું ‘જો ભગવાન મારા પર મેહરબાન હશે અને હું સારું કમાવી શકીશ તો બધા જ સ્ટ્રે એનિમલ્સ પાસે શેલ્ટર હશે અને તેના માટે મારા પ્રયત્નો જારી છે’
જયારે તેને પૂછવામાં આવ્યું કોઈ એક ખાસ વાત એમની અને પેટ્સની તો એમને જણાવ્યું ‘અમે સાથેજ ઉંઘીએ છે’.
‘ફ્રેન્ડશીપ ડે’ સ્પેશ્યિલની આ સ્ટોરી એટલે અલગ છે કારણ કે આમા કોઈ પણ પ્રકારની કમ્પેલેન્ટ અને ડિમાન્ડની જગ્યા નથી, જગ્યા છે તો ફક્ત અનકન્ડિશનલ લવની. તમારી પણ આવી જ કોઇ સ્ટોરી હોય તો અમારી સાથે જરૂરથી મોકલો.

આ સ્ટોરી અમારી ટીમ મેમ્બર પ્રિયંકા ચૌહાણ દ્વારા કરવામાં આવી છે