આજકાલ એવું નથી રહ્યું કે લોકો ફેમિલી, ફ્રેન્ડ્સ સાથે જ ફરવા જતા હોય. આજે એવા ઘણા બધા લોકો છે જે એકલા ફરવા જવાનું પસંદ કરે છે. જેને સોલો ટ્રાવેલર કહેવામાં આવે છે. આપણે ત્યાં એવી ઘણી બધી છોકરીઓ છે જે એકલી ફરવા જવાનું પસંદ છે.
દરેક જગ્યાઓ એવી નથી હોતી જ્યાં છોકરીઓ એકલી ના જઈ શકે. ભારતમાં જ એવી ઘણી બધી જગ્યાઓ છે ફરવા માટેની જ્યાં છોકરીઓ સરળતાથી એકલી કોઈ પણ જાતના ડર વગર ફરી શકે છે. તો ચાલ જોઈ લઈએ એવી જ કેટલીક જગ્યાઓ અંગે.
દાર્જિંલિંગ
દૂર દૂર સુધી કાંચનજંઘાના પહાડો, ગાઢ જંગલ, નાના નાના તળાવો અને છુક-છુક કરતી ટોય ટ્રેનની મજા માણવા માગતી હોય તો તમને દાર્જલિંગની મુલાકાત લઈ શકો છો. અહીં આવેલા લોયડ બોટેનિકલ ગાર્ડનમાં તમને દુલભ્ય એવી વનસ્પતિ અને લગસેભગ લુપ્ત થવાના કગાર પર આવેલા પ્રાણીઓને જોઈ શકો છો. નેચર લવર માટે આ બેસ્ટ જગ્યા છે.
ઋષિકેશ
દેવભૂમિમાં ગંગા કિનારે આવેલા ઋષિકેશને હિમાલયના મુખ્ય દ્વાર અને યોગાના કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં દેશમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો યોગ, રીવર રાફ્ટીંગ અને એડવેન્ચર એક્ટિવીટી માટે આવે છે. અહીં એકલા ફરવાથી તમને શાંતિનો અહેસાસ થશે.
પોંડિચેરી
ઘણા વર્ષો સુધી ફ્રાન્સની રાજધાની રહેલી પોંડિચેરીમાં આજે પણ તમને ફ્રાન્સ અને ભારતીય સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળશે. આ શહેરની ખાસ વાત છે કે તેને મોર્ડન રીતે ફ્રેન્ચ સ્ટાઈલમાં બનાવવામાં આવ્યું છે. અહીં તમને ઘણી ફ્રેન્ચ કોલોનીઓ જોવા મળશે. અહીંના મંદિરો, ચર્ચ અને બીચ તમને રિલેક્સ ફીલ કરાવશે. જો તમે ભીડથી દૂર શાંતિવાળી જગ્યાએ જવા ઈચ્છતા હોવ તો આ જગ્યા બેસ્ટ છે.
જયપુર
જયપુર શહેરને પણ સોલો ફીમેલ ટ્રાવેલર માટે બેસ્ટ ડેસ્ટીનેશન તરીકે માનવામાં આવે છે. જયપુરમાં હવા મહલ, જલ મહલ, સિટી પેલેસ, આમેરનો કિલ્લો, જંતર-મંતર, નાહરગઢનો કિલ્લો જેવા ઘણા જોવા લાયક સ્થળો છે. તે સિવાય સોલો ફીમેલ ટ્રાવેલર બિન્દાસ અહીં મોડી રાત સુધી એકલી શહેરમાં ફરી શકે છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.