આજે IPLમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ સાંજે 7:30 વાગે શરુ થશે. આજની મેચમાં ચેન્નઈની ટીમ પર વધારે દબાણ હશે. પરંતુ, હૈદરાબાદ માટે પણ આજની મેચ અગત્યની છે. જેથી આજની મેચમાં બન્ને ટીમો વચ્ચે જોરદાર જંગ જામશે.

દર વર્ષે પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપર રહેતી ચેન્નઈની ટીમ આ વર્ષે ઘણી નીચે જોવા મળી રહી છે. ચેન્નઈની ટીમને 7 માંથી 5 મેચમાં હારની સામનો કરવો પડ્યો છે. જયારે, હૈદરાબાદની સ્થિતિ પણ બહુ સારી નથી રહી. તે 7માંથી 4 મેચમાં પરાજિત થઈ ચૂકી છે. અગાઉની વાત કરીએ 10 વર્ષ પહેલાં 2010માં ચેન્નઈની આવી સ્થિતિ હતી. ત્યારે પ્રથમ 7માંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ત્યારબાદ ચેન્નઈએ ફાઇનલમાં સારા પ્રદર્શન સાથે પ્રવેશ કરીને મુંબઈને હરાવીને ચેમ્પિયન બની હતી.
ચેન્નઈની ટીમ ફરી 2010ને યાદ કરીને આજે હૈદરાબાદ સામે ઉતરશે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 13 મેચમાં હૈદરાબાદની 4 જીત સામે ચેન્નઈએ 9 જીત સાથે દબદબો બનાવેલો છે. 2 ઓક્ટોબરે બન્ને ટીમ વચ્ચેની મેચમાં હૈદરાબાદે 7 રનથી જીત મેળવી હતી.
આ પણ વાંચો : ચેમ્બરે ધંધા રોજગાર દોડવવા માટે કરી મહત્વપૂર્ણ રજુઆત
અગાઉની મેચમાં હૈદરાબાદે 69 રનમાં વોર્નર, બેરિસ્ટો, વિલિયમસન અને મનિષ પાંડે આઉટ થયા બાદ પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માએ પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા. ચેન્નઈની ટીમ IPLમાં એક સફળ ચેઝ માસ્ટર તરીકે ઓળખાય છે. પરંતુ, હાલમાં મુંબઈ અને પંજાબ સિવાય બાકીની 5 મેચમાં તેના બેર્ટ્સમેનો પાણીમાં બેસી ગયા હતા. આ સિઝનમાં ધોની પણ સારું પ્રદર્શન કરી શક્યો નથી. બંને ટીમના સારા ખેલાડી સારા પ્રદર્શનમાં ન હોવાથી આજની મેચ રસપ્રદ થશે.
