કેવડિયા ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકો રજાઓ માળવા જાય છે. દરરોજ હજારો પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. હાલ માં જ નાતાલની રજાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ઘસારો વધ્યો હતો. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીની ટિકિટો 31 ડિસેમ્બર સુધીની હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

લોકોના ઘસારા વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વ્યૂઇંગ ગેલેરી જોવાની ટિકિટોને લઇ પ્રવાસીઓ તેમજ એજન્ટો નવી નવી રીતો અપનાવી રહ્યા છે પ્રવાસીઓ ટિકિટોની ઝેરોક્ષ કરાવી લાઈનમાં લાગી જાય છે. બોગસ ટિકિટોના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. જયારે તંત્ર દ્વારા ટિકિટોનું સ્કેન કરવામાં આવી રહ્યું હતું ત્યારે મોટા પ્રમાણમાં ટિકિટોનો બારકોડ સ્કેન નહિ થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને અટકાવવામાં આવ્યા હતા. પ્રવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. કેટલાક પ્રવાસીઓ તો વ્યૂઇંગ ગેલેરી જોઈ પણ આવ્યા હતા. એજન્ટો દ્વારા એક ટિકિટની ત્રણ ઝેરોક્ષ કરી વેચવામાં આવી હતી.
આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ CEO નિલેશ દુબેએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓએ ટિકિટ કોઈ એજન્ટ પાસેથી નહીં લેવી જોઈએ. જો પ્રવાસીઓ અમારી વેબસાઈડ https://www.soutickets.in/#/dashboard પરથી ઓરીજીનલ ટિકિટ મળી શકશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.