જમ્મુ-કાશ્મીરમાં શું થવાનું છે? આના પર હાલ સૌ કોઇની નજર છે. વધુમાં વધુ સુરક્ષાબલોને તૈનાત કરવામાં આવ્યા છે. જેની સાથે-સાથે રાજનીતિમાં પણ હલચલ મચી છે. કાશ્મીરમાં બદલાતી પરિસ્થિતિ સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી મહબૂબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલાને શ્રીયેનગરમાં નજરબંદ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.

ઉમર અબ્દુલાએ આ દરમિયાન ટ્વિટ કર્યું કે, શાંતિ બનાવી રાખો. હિંસાથી માત્ર એ જ લોકો રમશે. જે લોકો રાજ્યનું સારું થાય એવું નથી ઇચ્છતા. શાંતિની સાથી રહો અને ઈશ્વર તમારા બધાની સાથે રહે.

મહબૂબા મુફ્તી એ ટ્વિટમાં લખ્યું કે, આવા કઠિન સમયમાં હું આપણા લોકોને આ વિશ્વાસ આપવા ઈચ્છું છું કે જે થઇ શકે, આપણે આનામાં એકસાથે આવીએ અને આ પરિસ્થિતિનો સામનો કરીએ. અમારા જે કઈ પણ અધિકાર છે. એમના પ્રયત્નો માટે આપણા સંકલ્પને તોડી નહીં શકાય. મહબૂબા મુફ્તીના આ ટ્વિટને ઉમર અબ્દુલાએ પણ રિટ્વિટ કર્યું.
આ પણ વાંચો : આખરે કેમ ટ્રમ્પના કાશ્મીર રાગ પછી અચાનક ઘાટીમાં મોદી સરકારની હલચલ શરૂ થઈ ?

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.