કોરોના વાયરસના સંકટને લઇ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. જેમાં કોરોનાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની તરફથી કરવામાં આવેલા ઉપાયો પર પણ ચર્ચા કરાઈ સાથે કે તેમણે રાજ્યોને આશ્વાસન આપ્યું કે તેમની સાથે કેન્દ્ર છે. દરેક શકય મદદ કરાશે.
નાના-મોટા ઉદ્યોગકારો કર્મચારીને છૂટા નહીં કરી શકે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે દાવો કર્યો કે, નાના-મોટા ઉદ્યોગકારો કર્મચારીને છૂટા નહીં કરી શકે અને 14 એપ્રિલ સુધી કર્મચારીને ટર્મિનેટ નહીં કરી શકાય. 43,721 ફેક્ટરીઓમાં કામ કરતા 18.34 લાખ શ્રમિકોને છૂટા નહિ કરી શકાય. 221 કરોડ વિધવા, દિવ્યાંગ, વૃદ્ધોના ખાતામાં જમા કરાવાયા છે. અને હવે 4 એપ્રિલથી અન્ન બ્રહ્મ યોજના હેઠળ શ્રમિકોને રાશન વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં દૂધ, શાકભાજી, દવાની અછત નથી.
ખાનગી ડેરીના દૂધ ઉત્પાદકોના પ્રશ્નો ઉકેલાયા
અશ્વિનીકુમારે જણાવ્યું કે, પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી. જણાવ્યું કે રાજ્યના દરેક જિલ્લોમાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. અને દોઢ દિવસમાં 15.16 લાખથી વધુ લોકોને રાશન વિતરણ કરાયું. તેમણે જણાવ્યું કે બિનસભાસદ પશુપાલકો મંડળીમાં દૂધ ભરાવી શકશે તથા ખાનગી ડેરીના દૂધ ઉત્પાદકોના પ્રશ્નો ઉકેલાયા છે.
આ પણ વાંચો : કોરોના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની બીજી મહત્વની જાહેરાત
