હાલમાં અડધી રાતથી કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીઓ, ઉમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત મોડી રાત્રે રાજ્યપાલે ડીજીપી અને ન્યુ વરિષ્ઠ અધિકારીઓની સાથે ઈમરજનસી બેઠક કરી. કાશ્મીરમાં ચાલી રહેલી હલચલ અંગે મોદી સરકારના મનમાં શું ચાલી રહ્યું છે? તે રહસ્યો પરનો પડદો થોડાંક જ કલાકોમાં હટી શકે છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે સવારે 9:30 વાગ્યે કેબિનેટ મિટિંગ છે. જેમાં જમ્મુ-કાશ્મીરને લગતા અનેક મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બેઠકના નિર્ણયો અને કાશ્મીરમાં વધુ જવાન તૈનાતી અને ઘાટી છોડવાની સલાહ પર સરકાર સંસદમાં વિપક્ષના પ્રશ્નો અંગે નિવેદન પણ આપી શકે છે.
આ પણ વાંચો : આખરે કેમ ટ્રમ્પના કાશ્મીર રાગ પછી અચાનક ઘાટીમાં મોદી સરકારની હલચલ શરૂ થઈ ?
અજીત ડોભાલે કાશ્મીર અંગે જવાબ આપતા કહ્યું કે
રવિવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવની સાથે ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ સામેલ હતા. આ પૂર્ણ પરિસ્થિતની વડાપ્રધાનને માહિતી આપવામાં આવી. ડોભાલને જ્યારે કાશ્મીર પર કોઈ મોટા નિર્ણય લેવામાં આવે તેની સંભાવના અંગે પ્રશ્ન કરતા, તેઓ ત્યાંથી હસતા-હસતા નીકળી ગયા.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના રાજકીય નેતાઓનો એક જ સવાલ,’ક્યાં ચલ રહા હૈ ?’
સૂત્રો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર સંસદનું સત્ર બે દિવસ વધારી શકે છે. જેનામાં હાલની કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા થઇ શકે છે. ગૃહમંત્રી આવતા સપ્તાહે કાશ્મીરના પ્રવાસની તૈયારી કરી રહયા છે. હાલમાં શ્રીનગરમાં કાશ્મીરી પાર્ટીઓએ બેઠકમાં એલાન કર્યુ કે, રાજ્યના ખાસ દરજજા સાથે કોઈપણ પ્રકારની છેડછાડના પ્રયત્નોનો વિરોધ કરાશે. રાજ્યના લોકોને અપીલ કરાઈ કે ધીરજ રાખો અને એવા કોઈપણ પગલાં ના ઉઠાવો. જેના લીધા ઘાટીમાં ખલેલ પડે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.