સોનુ સુદનો આજે 47 મો જન્મદિવસ(47th Birthday) છે. પોતાના જન્મદિવસના અવસર પર સોનુ સુદે(Sonu sood) પ્રવાસી ભાઈઓ(Migrant workers)ને ભેટ આપી છે. પ્રવાસી મજૂરોના મસીહા બની ચૂકેલા સોનુ સુદે એમના માટે નોકરી(Jobs)નું આયોજન કર્યું છે. કોરોનાના લોકડાઉન(Corona Lockdown) દરમિયાન પ્રવાસી મજૂરોના રોજગારની સોનુ સુદને ચિંતા થવા લાગી. સોનુ સુદે પોતાના જન્મદિવસ પર એક ખાસ એપની ઘોષણા કરી. જેનું નામ તેમણે પ્રવાસી રોજગાર રાખ્યું છે. અને એના દ્વારા લગભગ 3 લાખ ગરીબને નોકરી આપવાની વાત તેમણે કહી.
પ્રવાસી મજૂરો માટે 3 લાખ નોકરીનું આયોજન
સોનુ સુદે ટ્વીટ કરી આ ખુશખબર પોતાના ફેન્સને આપી, ત્યાર પછી તેમના ફેન્સ તેમના પર ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે. સોનુ સુદે ટ્વીટ કરી લખ્યું, ‘મારા જન્મદિવસના અવસર પર મારા પ્રવાસી ભાઈઓ માટે http://PravasiRojgar.com ના 3 લાખ નોકરીઓ માટે મારો કરાર. આ બધા સારા વળતર PF,ESI અને અન્ય લાભ પ્રદાન કરશે. આભાર AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea અને અન્ય બધાનો.’ પોતાના આ પોસ્ટમાં તેમણે હવે ઇન્ડિયા બનશે કામયાબ (#AbIndiaBanegaKamyaab)નું હેશટેગ કર્યું છે.
મજૂરોને સરળતાથી નોકરી મળશે
જણાવી દઈએ કે આ એપ સાથે લગભગ 500 કંપનીઓ અને NGO જોડાયેલા છે અને આ અલગ અલગ સેક્ટરમાં નોકરીઓ ઉપલબ્ધ કરાવશે। મજૂરોને ઘરે પહોંચાડ્યા પછીથી જ સોનુ સુદને તેઓની નોકરીની ચિંતા હતી. માટે તેમણે તેનો ઉપાય શોધ્યો જે ફ્રી છે. જેથી તેઓને રોજગાર પ્રાપ્ત થાય. એમનું કહેવું છે કે આ એપની મદદથી લોકોને કામ મળવામાં સરળતા થશે. જણાવી દઈએ કે ઘણા સમયથી આ એપ પર કામ ચાલી રહ્યું અને ઘણી તૈયારી પછી આ એપ તૈયાર કરવામાં આવી.
કેવી રીતે કામ કરશે આ એપ
આ એપમાં પહેલા લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરવું પડશે અને પોતાની પ્રોફાઈલ તૈયાર કરવી પડશે, જેથી તેઓની યોગ્યની જાણકારી મળે.
આ પણ વાંચો : આ વર્ષે આ રીતે કરવું પડશે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન, પાલિકા દ્વારા નહિ બનાવવામાં આવે કૃત્રિમ તળાવ
