બિગ બોસ 14(Bigg Boss 14) માટે દર્શકોમો ઉત્સાહ એક અલગ જ લેવલ પર છે. ગુરુવારે શોને લગતી કેટલીક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ. તસ્વીરોમાં બિગ બોસ ઘરની ઝલક જોવા મળી અને સલમાન અલગ જ સ્વેગમાં જોવા મળ્યા. પરંતુ લાઇમ લાઈટમાં દેખાઈ રહી છે. રાધે માં.
માત્ર એક સપ્તાહ માટે હશે રાધેમાં ?

આ વર્ષે બિગ બોસમાં રાધેમા કન્ટેસ્ટન્ટ તરીકે આવાની છે. આ વાત બધાને હેરાન કરી રહી છે. પરંતુ આ વાત પાક્કી છે કે રાધેમાં કન્ટેસ્ટન્ટ તરીકે બિગબોસમાં એન્ટ્રી લેશે. બધા જ જોવા માંગે છે કે વિવાદોથી ઘેરાયેલી રાધેમાં શોમાં કેવી રીતે મનોરંજન કરશે. પરંતુ મળતી ખબર મુજબ રાધેમાં દેશના સૌથી મોટા રિયાલિટી શોનો ભાગ બનશે પરંતુ માત્ર એક સપ્તાહ માટે.

એક ન્યુઝ પોર્ટલ મુજબ રાધેમાં બિગ બોસમાં કન્ટેસ્ટન્ટ હશે, પરંતુ એક સપ્તાહ પછી ઘરથી વિદાઈ લઇ લેશે. જો કે આ અંગે કોઈ સપષ્ટતા થઇ નથી. એવામાં માત્ર અટકળો જ માનવામાં આવી રહી છે. ચેનલ તરફથી આ અટકળોને ખોટી જણાવવામાં આવી છે.
શનિવારથી શરુ થઇ રહ્યો છે શો

જણાવવામાં આવી રહ્યું છે રાધેમા ઘરમાં પોતાનું ત્રિશુલ સાથે લઇ જવા માંગે છે. મેકર્સ તરફથી સાફ કરવામાં આવ્યું છે રાધેમાં ઘરમાં આવી કોઈ વસ્તુ ન લઇ જઈ શકે. હવે જોવાનું એ રહ્યું કે તેઓ મેકર્સની વાતો માને છે અથવા દર્શકોને ઘરમાં કઈ નવું જોવા મળે એ સમય જ કહેશે. શોની વાત કરીએ તો આ શનિવારથી આ શો શરુ થઇ રહ્યો છે. અને કન્ટેસ્ટન્ટની ફાઇનલ લિસ્ટ પણ તૈયાર થઇ ચુકી છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારની અનલોક-5ની ગાઈડલાઈન જાહેર
