સલમાનનો શો ‘બિગ બોસ’ ટેલિવિઝનનો ચર્ચાસપ્રદ શોમાંથી એક છે. રોજ તેમાં કંઇક ને કંઇક અલગ જોવા મળતું હોય છે. પછી તે કન્ટેસ્ટન્ટસ વચ્ચે ફાઇટ હોય કે રોમાન્સ દર્શકોને ખુબ જ એન્ટરટેન કરે છે.

ગત સપ્તાહે શોમાં એન્ટ્રી થઇ હતી રાજકીય વિશ્લેષક તહસીન પુનાવાલાની, જે કાલે શોમાંથી આઉટ થઇ ગયા છે. તહસીને શોમાં તેની એક સપ્તાહની જર્ની ખૂબ જ એન્જોય કરી હતી. બિગ બોસ હાઉસમાં જ્યાં ઘરવાળા એક બીજા સાથે ઝગડવામાં વ્યસ્ત હતા, ત્યારે બધાથી અલગ તહસીન શાંત દેખાતો હતો. તહસીન આટલી જલ્દી શોમાંથી બહાર થયો તે ફેન્સને પણ શોકિંગ લાગ્યુ છે.

બીજી બાજુ વીકેન્ડના વાર એપિસોડમાં સલમાન ખાને સિદ્ધાર્થ સાથે લડાઈ કરવા અને વારંવાર તેને ટાર્ગેટ કરવા માટે માહિરા શર્માને ફટકાર લગાવી હતી, જેના કારણે માહિરા ઘણી ઈમોશનલ થઈ ગઈ હતી. હાલ બિગ બોસમાં સૌથી વધારે લાઈમલાઈટમાં સિદ્ધાર્થ શુક્લાની સાથે પારસ છાબરા, રશ્મિ દેસાઈ અને માહિરા શર્માની લડાઈ છે.

વીકેન્ડના વારમાં બિગ બોસ 8ના વિનર ગૌતમ ગુલાટીએ, વીડિયો કોલિંગ દ્વારા કહ્યું કે શહનાઝ અને સિદ્ધાર્થની મિત્રતા ક્યૂટ લાગતી હતી. તેઓને ફરી પેચઅપ કરી લેવું જોઈએ. આવું તેણે એટલે કહ્યું કારણકે શહનાઝ ગિલ, સિદ્ધાર્થને છોડીને પારસ છાબરાના ગ્રુપમાં જોઈન થઇ ગઈ છે જેના કારણે તે પણ આ સપ્તાહે ઘણી ચર્ચામાં રહી. હવે જોવાનું રહ્યું કે શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે પેચઅપ થશે કે નહીં.
