ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી(Bihar Vidhansabha Election)ની તારીખો જાહેર કરી દીધી છે. શુક્રવારે યોજાયેલ પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચે(Election commission) કાર્યક્રમ રજૂ કર્યો છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે, જેમાં 28 ઓક્ટોબરે પહેલો તબક્કામાં, 3 નવેમ્બરે બીજા તબક્કામાં અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં ચૂંટણી થશે. 10 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. વોટિંગનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે.
ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી
- 28 ઓક્ટોબરે પહેલાં તબક્કામાં 16 જિલ્લાની 71 સીટો પર મતદાન થશે
- 3 નવેમ્બરે બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 વિધાનસભા સીટો પર ચૂંટણી થશે
- 7 નવેમબરે ત્રીજા તબક્કામાં બાકી તમામ 78 વિધાનસભા સીટો પર ચૂંટણી થશે
મતદાનના સમયમાં વધારો
- કોરોનાને ધ્યાનમાં રાખીને મતદાનનો સમય 1 કલાક વધારો
- કોરોના દર્દીઓ છેલ્લા 1 કલાકમાં વોટિંગ કરી શકશે
- સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે
- કોરોના કાળમાં નવા સુરક્ષા માપદંડોની સાથે થશે ચૂંટણી થશે
- બિહારમાં મતદાતા 7.79 કરોડ મતદાતા
- મહિલા 3.39 કરોડ મહિલા અને પુરુષ 3 કરોડ 79 લાખ મતદાતા
કોરોના માટે ખાસ તૈયારી
- એક બુથ પર એક હજાર મતદાતાઓ હશે
- 6 લાખ પીપીઇ કિટ, 46 લાખ માસ્કનો ઉપયોગ
- 6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લવ્સ, 47 લાખ હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા
પ્રચાર માટે આપી મંજૂરી
- 5 વ્યકિતઓ એક ઘરે-ઘરે જઈ પ્રચાર કરી શકાશે
- ઉમેદવારને ફોર્મ ભરવા દરમ્યાન બે વાહન લઇ જવાની જ મંજૂરી
- ચૂંટણી પ્રચાર માત્ર વર્યુઅલ માધ્યમથી જ થશે
- સોશ્યલ ડિસ્ટન્સિંગને અપાશે મહત્વ
- રોડ શોમાં 5 ગાડીઓ જઈ શકશે
આ પણ વાંચો : સ્વચ્છ, સુંદર, સ્માર્ટ સીટી પછી સુરતની વધુ એક સિદ્ધિ, મેળવ્યું વિશ્વમાં ચોથું સ્થાન
