કોરોનાની મહામારીમાં ગરીબ હોય કે પૈસાદાર કોઈ બાકી રહ્યું નથી. આ વાયરસ કોઈને પણ થઈ શકે છે અને છેલ્લા ઘણા મહિનાઓથી દુનિયાના ઘણા દેશોએ લોકડાઉન રાખતા અમુક લોકોને જીવન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, તેવામાં દુનિયાના મોટા ભાગના ધનિકો લોકોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.

તાજેતરમાં જ વસીયત લખી ચૂકેલા બ્રિટિશ અબજોપતિ જ્હોન કાડવેલનું કહેવું છે કે, હું મારી 70 ટકા સંપત્તિનું દાન કરીશ. પરિવારના સભ્યો માટે એટલી સંપત્તિ છોડીશ કે તેમની જરૂરિયાતો પૂરી થઈ રહે. આ સિવાય બિલ ગેટ્સ અંગે પણ સૌ કોઈ જાણે છે. તેમણે પોતાની તમામ સંપત્તિ છોકરાઓના નામ કરવાને બદલે બિલ ગેટ્સ ફાઉન્ડેશનમાં દાન આપી દીધી છે.
2006માં કોડવેલે પોતાની ફોન્સફોરયુ મોબાઈલ કંપની 14000 કરોડમાં વેચી દીધી હતી. એસએસબીસી બેંકના વેલ્થ પ્લાનિંગ એડવાઈઝરી કહે છે કે, એવા ઘણા અબજોપતિઓ છે જેઓ સમજે છે કે આવનારી પેઢીને તેમના બિઝનેસમાં લાવવી પડકારજનક છે. આ પેઢી આબોહવા પરિવર્તન અને ધનિક-ગરીબ વચ્ચે વધતા અંતર અંગે વધુ સંવેદનશીલ છે. તેથી તેમનું માનવું છે કે લોક કલ્યાણ પાછળ પૈસા વાપરવા સૂઝબૂઝભર્યો નિર્ણય છે.
