બિલસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારો ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. ગઈ કાલે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો. છતાં ઉમેદવારોએ આંદોલન યથાવત રાખ્યું હતું. આખી રાત વિદ્યાર્થીઓ ઠંડીમાં ત્યાં જ બેસી આંદોલન ચાલુ રાખ્યું હતું અને બીજે દિવસે પણ એ આંદોલન યથાવત રહ્યું હતું. જ્યાં સુધી પરીક્ષા રદ્દ કરવામાં ન આવે ત્યાં સુધી તે ત્યાંથી નહીં હટે તેવી ચીમકી ઉગારી છે.

ત્યારે સોશિયલ મીડિયામાં પણ બિનસચિવાલયનો મુદ્દો ખુબ ટ્રેન્ડ થઇ રહ્યો છે. ગઈકાલથી જ ટ્વિટર પર બિનસચિવાલયને લગતાં હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યાં છે. હજારો લોકો ઉમેદવારોનો સાથ આપી રહ્યાં છે. #saveGujratstudents પર બે લાખથી વધુ ટ્વિટ થઇ ચુક્યા છે લોકો એ બિન સચિવાલય વિવાદને લઇ અલગ અલગ પોસ્ટ શેર કરી છે
ગઈકાલે સાંજે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ આવી પહોંચ્યાં હતું પરંતુ ઉમેદવારો ન માન્ય હતા. પરીક્ષા રદ્દ નહીં તો સરકાર રદ્દનાં નારા સાથે વિદ્યાથીઓએ આંદોલન ચાલુ રાખ્યું. અને આજે એટલે ગુરુવારે પણ એ આંદોલન યથાવત છે. આંદોલનમાં ઘણા રાજકીય નેતાઓ પણ આવી પહોંચ્યા હતા. હાર્દિક પટેલે પણ આવી ને વિરોધ પ્રદશન કર્યું હતું. હાલ સરકારે SITની રચના કરવાનું કહ્યું છે. જેમાં તપાસ કરવામાં આવશે. ઉમેદવારો કહી રહ્યા છે કે જ્યાં સુધી પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। એ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિવેદન આવ્યું હતું। સીએમ એ કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે.