સર્ચ એન્જીન ગૂગલ આજે તેનો 21 મો જન્મદિવસ ઉજવશે. આ અવસર પર ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. ડૂડલમાં 27 સેપ્ટેમ્બર 1998 ની તારીખની સાથે એક ડેસ્કસ્ટોપ કમ્પ્યૂટરને બતાવવામાં આવ્યું છે. કમ્પ્યુટરની સ્ક્રીન પર જુના લોગોની સાથે ગૂગલનું સર્ચ પેજ દેખાય રહ્યું છે. ગૂગલની સ્થાપના વર્ષ 1998માં કેલિફોર્નિયાના સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીના 2 પીએચડી છાત્ર લૈરી પેજ અને સગ્રી બ્રિને કરી.

ગૂગલને ઓફિશ્યલી લોન્ચ કરવા પહેલા તેનું નામ ‘Backrub’ હતું. જયારે વર્લ્ડ વાઈડ વેબ તેના શુરૂઆતી દૌરમાં હતું ત્યારે આ બંને છાત્રોએ એક એવું સિસ્ટમ બનાવાની કલ્પના કરી હતી જે દુનિયાભરની જાણકારી બધા માટે ઉપલબ્ધ કરાવે. એમના આ જ વિચારને ગૂગલને જન્મ આપ્યો.
દર વર્ષે ગૂગલનો જન્મદિવસ બદલતો રહે છે. વર્ષ 2005 સુધી ગૂગલ તેનો જન્મદિવસ 7 સેપ્ટેમ્બરના ઉજવતો હતો. આના અમુક વર્ષ બાદ કંપનીએ તેનો જન્મદિવસ 8 સેપ્ટેમ્બર અને 26 સેપ્ટેમ્બરના ઉજવ્યો હવે હાલમાં 27 સેપ્ટેમ્બર કરી દીધું છે.

ગૂગલે ડૂડલ બનાવવાની શરૂઆત વર્ષ 1998 થી કરી દીધી હતી. કંપનીએ પહેલું ડૂડલ બર્નિંગ મેન ફેસ્ટિવલના સમ્માનમાં બનાવ્યું હતું. પહેલું ડૂડલ બનાવ્યા બાદ ગૂગલે આને એક પરંપરા બનાવી દીધી. આજે ગૂગલ દર એક ખાસ અવસર પર ડૂડલ બનાવી સેલિબ્રેટ કરે છે. એટલું જ નહીં ગૂગલે ડૂડલ બનાવવા માટે એક ખાસ ટિમને પણ તૈનાત કરી રાખી છે જે ફક્ત આ જ કામ કરે છે.
આજે ગૂગલ દુનિયાભરમાં સૌથી પસંદી સર્ચ એન્જીન છે અને આ 100 થી વધુ ભાષાઓમાં કામ કરે છે. ગત 20 વર્ષમાં કંપનીએ સફળતા મેળવી અને આજે આ દુનિયાની ટોપ મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે. ગૂગલને શરૂઆતમાં યાહૂ અને આસ્ક જીવસ જેવા સર્ચ એન્જીનથી ભરે ટક્કર મળેલી જોકે ગૂગલે સમય સાથે પોતાની સેવાઓને સારી કરી અને દુનિયાનું સૌથી પોપ્યુલર સર્ચ એન્જીન બની ગયું. ગૂગલની પેરેન્ટ કંપની Alphabet Inc છે અને ગત વર્ષે આની કુલ સંપત્તિ 137 બિલિયન ડોલર હતી.
