દેશના પૂર્વ વિદેશ મંત્રી અને સૌથી યુવાન વયે કેબિનેટ મંત્રીનો હોદ્દો પ્રાપ્ત કરનાર સુષ્મ સ્વરાજનું અવસાન થયું છે. જેની સાથે જ દેશના એક એવા નેતાનું અવસાન થયું જેને વિદેશ મંત્રી તરીકે દેશની અલગ જ છાપ ઉભી કરી દીધી હતી.
પોતાના ટ્વિટના કારણે હંમેશા ચર્ચામાં રહેતાં સુષ્મા સ્વરાજ જાણે અંતિમ સમય સુધી ટ્વિટર પર એકટીવ રહ્યા હોય તેવું લાગે છે. દેશના સાંસદે જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય સામે આવ્યો ત્યારે આ મામલે સાંજે સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, પ્રધાનમંત્રીજી, તમારા હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસની રાહ જોઇ રહી હતી.
પોતાની તબિયતના કારણે તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાગ લીધો ન હતો. પણ પોતાના 2014ના વિદેશમંત્રીના કાર્યકાળ અને 1996માં જ્યારે સાંસદમાં પહોંચ્યા ત્યારના તેમના સમયકાળ માટે તેઓ હંમેશા યાદ રહેશે જ.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.