પી.એમ. મોદી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ મિશન ચલાવી રહ્યા છે. પરંતુ રાજસ્થાનના રામગંજના બીજેપી ધારાસભ્ય મદન દિલાવરે હાલમાં એક ક્રાયક્રમમાં પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી પીધું પછી તેમને ભૂલનો અહેસાસ થયો અને પોતાને જ પેનલ્ટી લગાવી દીધી.
ભૂલ પછી દિલાવરે કોટા જિલ્લાના કલેક્ટર ઓમ પ્રકાશ કસેરાને મળ્યા અને જુર્માનો આપવાની વાત કરી પરંતુ કલેક્ટરે કહ્યું દંડ ગ્રામ પંચાયત અને નગર નિગમમાં જમા કરવાના હોય છે અને ત્યાં જઈ જમા કરાવી દેવો અથવા બીજા કોઈ જરૂરત મંદ લોકોને આપી દેવ. ત્યાર પછી એ નક્કી કર્યું કે દંડની રકમ 5 હજાર રૂપિયા કોઈ જરૂરમંદને આપી દેશે. અને આગળ આ પ્રકારની ભૂલ કરવા પર 5 હજાર જરૂરમંદને આપી દેશે.
હાલમાં જ ધારાસભ્ય દિલાવરે સંકલ્પ લીધો હતો કે તેઓ ભૂલથી પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે તો આગળ આવીને દંડ ભરશે.