નાગરિકતા સંશોધન એકટ (CAA)ના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જુબાની જંગ ચાલી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ ગુરુવારે ડિટેંશન કેમ્પના દાવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોટા ગણાવ્યા, હવે ભાજપ તરફથી જવાબ આપવામાં આવ્યો છે. ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ હવે 2011ની અસમ સરકારની પ્રેસ રીલીઝ ટ્વીટ કરી છે જેમાં 362 ઘૂસણખોરોને ત્રણ ડિટેંશન કેમ્પમાં મોકલવાની વાત કહેવામાં આવી છે.
એ ઉપરાંત અમિત માલવીયા એ ટ્વીટ કરી લખ્યું છે કે, રાહુલ ગાંધી વગર વિઝાએ વિદેશની યાત્રા કરશે તો તેમને પણ ત્યાં ડિટેંશન સેન્ટરમાં મોકલી આપવામાં આવશે.
ભાજપની રાહુલ ગાંધીને ચેલેન્જ
અમિત માલવીયાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે રાહુલ ગાંધી સમય-સમય પર વિદેશ જતા રહે છે. એક વખત તેમણે વીઝા લિમિટથી વધુ ત્યાં રોકાવું જોઇએ અને જોવું જોઇએ કે કેવી રીતે તેમની ઓળખ કરવામાં આવે છે અને પછી પાછા મોકલવા પહેલાં કેવી રીતે તેમને ડિટેંશન સેન્ટરમાં મૂકી દેવાય છે. ત્યારે તેઓ શીખી શખશે કે કેવી રીતે બીજા દેશ ગેરકાયદે ઘૂસણખોરોની સાથે ડીલ કરે છે.
યાદ કરાવ્યો આઠ વર્ષ પહેલાનો આદેશ
એ ઉપરાંત અમિત માલવીય એ એક પ્રેસ રિલીઝ જારી કરી છે. અમિત માલવિયએ લખ્યું કે 2011માં આસામમાં કોંગ્રેસની સરકારે એક પ્રેસ રિલીઝ જારી કરી હતી, જેમાં 362 ગેરકાયદે ઘુસણખોરોને ડિટેંશન કેમ્પ મોકલવાની વાત કરવામાં આવી હતી. માત્ર એટલા માટે કે ભારતે તમને નકારી દીધા છે, હવે તમે એને નફરતથી નષ્ટ કરવામાં લાગી જશો ? જણાવી દઈએ કે 2011માં આસામમાં કોંગ્રેસની સરકાર હતી અને તરુણ ગોગાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા.
જણાવી દઈએ કે ગુરુવારે આસામના ગોપાલપરામાં બની રહેલ ડિટેન્શન સેન્ટરનો એક વિડીયો ટ્વીટ કર્યો હતો. સાથે જ રાહુલ ગાંધીએ લખ્યું હતું કે RSSના વડાપ્રધાન ભારત માતાને ખોટું બોલી રહ્યા છે.
અમિત માલવીયએ રાહુલ ગાંધી ઉપરાંત પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરને પણ જવાબ આપ્યો. બીજેપી નેતાએ લખ્યું કે પી.ચિદંબર જી, તમારી યાદશક્તિ કમજોર થઇ ગઈ છે. પરંતુ હું તમારી અહીં મદદ કરું છું, વર્ષ 2012માં કહ્યું હતું કે NPRની પ્રક્રિયા માત્ર નાગરિકોને રેસિડન્ટ કાર્ડ આપવા માટે જ છે, જે સીધું નાગરિકતા કાર્ડ તરફ આગળ વધે છે. ‘ અમારી સરકારે NPRને નાગરિકતાથી અલગ કર્યું છે.
જણાવી દઈએ કે પી.ચિદામ્બરે ટ્વીટ કરી બીજેપી દ્વારા રજુ કરવામાં આવેલ વીડિયોને ખોટો ગણાવ્યો હતો અને સતત આરોપ લગાવવમાં આવ્યા હતા કે NPRની સ્કીમને કોંગ્રેસની રાજમાં જ શરૂ કરવામાં આવી હતી, ત્યારે પી.ચિદમ્બર દેશના ગૃહમંત્રી હતા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો