નવા નિમાયેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ(C.R. Patil)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ(Corona Positive) આવ્યો છે. સી.આર. પાટીલ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના પ્રવાસે હતા. ભાજપના અને સી.આર. પાટીલના આગામી દિવસોના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા છે. સીઆર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન હાજર રહેલા અનેક નેતાઓ, મંત્રીઓ, ધારસભ્યો, સાંસદો, જિલ્લાના આગેવાનો કોરોના સંક્રમિત થયા હતા.
સીઆર પાટીલને શરીરમાં નબળાઈ જણાતા તેઓનો સીટી સ્કેન કરવામાં આવ્યું હતું જે પછી એન્ટિજન ટેસ્ટ કરાયો હતો, જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યાર બાદ આરટીપીસીઆરનો ટેસ્ટ કરાવ્યો છે, જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. હાલ તેઓ એપોલો હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં છે.

કમલમના 7 કાર્યકર્તાનો રિપોર્ટ પોઝિટિવ
આજે કમલમમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ ભાજપના સાંસદ હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સી.આર.પાટિલના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલીઓ યોજી હતી. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાડ્યો હતો. ભાજપના મોટા મોટા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ કોરોનાની ચપેટમાં આવતા કાર્યકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : પાલિકા કમિશનરની ટેક્સ્ટાઇલ માર્કેટમાં સરપ્રાઈઝ વિઝીટ
