આજે ભાજપના નવા નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવખત સુરત આવી રહ્યા છે. જેના કારણે તેમના સ્વાગત માટે એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સમગ્ર શહેરમાં ઠેર ઠેર બેનરો લગાવાવમાં આવ્યા છે. પરંતુ, નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને સુરતમાં આવ્યાની આગળની રાતે કેટલાક ઈસમો દ્વારા બેનરના વડાપ્રધાન, મુખ્યમંત્રી, સી.આર પાટીલ સહિતના નેતાઓ પર કાળી શાહી લગાવવામાં આવી હતી. પરંતુ, ચોંકાવનારી વાત આવા છે કે, આ બેનર પર ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરા પર શાહી લગાડવામાં આવી નહોતી. આ પરથી પટેલ અને પાટીલ વચ્ચે વોર સામે આવવાની શક્યતાઓ દર્શાવામાં આવી રહી છે.
વરાછા વિસ્તારમાં પણ બેનરો પર લગાવાઈ શાહી
સુરતમાં યોગીચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ પર રાત્રે કર્ફ્યુના સમયમાં બેનર લાગ્યા હતા. જેના પર સ્થાનિક લોકોએ શાહી લગાડીને વિરોધ દર્શાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વરાછા વિસ્તારના 15-20 જેટલા બેનરો પણ સહી લગાડવામાં આવી છે. તે ઉપરાંત, કાપોદ્રા ફૂટ ઓવર બ્રિજ પર લાગેલા બેનરમાં તમામ નેતાઓના મોઢા પર પણ શાહી લગાડવામાં આવી છે. ત્યાં પણ ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરા પર કોઈ શાહી લગાવામાં આવી નથી. આ કાર્ય કરનારા લોકો સામે કડક પગલાં ભરવાની માંગ ભાજપના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોના કેસમાં ઘટાડો ન નોંધાતા લોકોએ લોકડાઉનની કરી માંગ, SMC કમિશનરે આપ્યો આ જવાબ…
