અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરનાર દેશોનું વાર્ષિક બ્લેકલિસ્ટ રજૂ કર્યું છે તેમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. અમેરિકા દ્વારા બ્લેકલિસ્ટ કરવાના આ પગલાંને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એકતરફી અને મનમાની વાળું ગણાવ્યું છે. પાકિસ્તાન સતત બે વર્ષથી આ લિસ્ટમાં છે. અમેરિકાના રિપોર્ટમાં પાકિસ્તાન સહીત નવ દેશોમાં ધાર્મિક આઝાદીની વ્યવસ્થાને લઇ ઉલ્લંઘન ચાલુ રાખવાને લઇ ચિંતાજનક સ્થિતિ ગણાવી છે. ગયા વર્ષે બ્લેકલિસ્ટ થયેલ દેશોમાંથી માત્ર સુડાનનું નામ આ વર્ષે નથી.

પાકિસ્તાનમાં ઘણા વર્ષોથી અલ્પસંખ્યકો સાથે ભેદભાવ અને દમન કરવામાં આવી રહ્યું છે જો કે અમેરિકાએ 2018માં પહેલી વખત પાકિસ્તાનનું નામ બ્લેકલિસ્ટમાં નાખ્યું હતું. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો એ જણાવ્યું કે પાકિસ્તાનનું નામ એ દેશની સૂચીમાં સામેલ છે જેમાં ધાર્મિક આઝાદીને લઇ પ્રતિબંધિત કરવામાં આવે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલ નિવેદન માં કહ્યું છે કે ‘આ ઘોષણાનું માત્ર પાકિસ્તનની જમીની હરકતોથી કોસો દૂર છે જયારે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિકતા અને વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે છે. અમેરિકન પ્રતિનિધિમંડળ પસંદગીના દેશોને ટાર્ગેટ કરી રહ્યા છે અને આથી કદાચ જ ધાર્મિક આઝાદીના હેતુને પૂરો કરવામાં મદદ મળશે.

પોતાની તરફથી સફાઈ આપતા કહ્યું કે પાકિસ્તાન ધાર્મિક વિવિધતાઓનો દેશ છે જ્યાં દરેક ધર્મના લોકો સંવૈધાનિક સુરક્ષાની અંતર્ગત ધાર્મિક આઝાદીનો આનંદ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનની કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા, દરેક સ્તંભે એ સુનિશ્ચિત કરવાની કોશિષ કરી છે કે પાકિસ્તાનના તમામ નાગરિકોને તેમના ધર્મ, જાતિ, રંગના આધાર પર ભેદભાવ કર્યા વગર ધાર્મિક ક્રિયાકલાપોને પૂરી આઝાદી મળે. દેશની ન્યાયપાલિકાએ દેશના અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય પણ આપ્યો છે.

પાકિસ્તનને એ વાત પર પણ મરચા લાગ્યા કે અમેરિકાએ ભારતને બ્લેકલિસ્ટ ન કર્યું. પાકિસ્તાનને નિવેદનમાં કહ્યું કે, અમેરિકા અમેરિકી વિદેશ મંત્રાલયનું પૂર્વદર્શન એના થી જ દેખાય છે કે જાણીજોઈને ભારતનું નામ આ લિસ્ટમાં સામેલ નથી કરવામાં આવ્યું. જયારે અમેરિકી કોંગ્રેસ અને 70 અમેરિકી સાંસદે સાર્વજનિક રીતે કાશ્મીરીઓના મૂળ અધિકારો પર નિશ્ચિત થવા પર ચિંતા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાને પોતાના નિવેદનમાં નાગરિકતા કાયદો અને એનઆરસીનો હવાલો આપતા અને આરોપો લગાવ્યો કે ભારત સરકાર અલ્પસંખ્યકો સાથે ભેદભાવ કરી રહી છે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.