એક્ટ્રેસ કંગના રાનૌટ(Actress Kangana Ranaut)ની બાંદ્રા વેસ્ટ પાલી હિલ રોડ પર સ્થિત આલીશાન ઓફિસ પર BMCએ ગેરકાયદેસર ગણાવી બુલ્ડોઝર ફેરવી દીધું છે.
બીએમસીનું કહેવું છે કે કંગનાની આ ઓફિસ રેસિડેન્સીયલ જગ્યા છે અને ખોટી રીતે રિનોવેટ કરી એની ઓફિસ બનાવવામાં આવી છે નોટિસ આપ્યાના બે દિવસની અંદર જ બીએમસીએ ઓફિસ પર એક્સન લઇ લીધું. કંગનાએ પોતે પોતાની તૂટેલી ઓફિસની ફોટો શેર કરી છે.

બીએમસીના સિનિયર અધિકારી મુજબ, કંગનાને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ત્યાર બાદ BMCએ બુધવારે કાર્યવાહી હાથ ધરી.જો કે એક્ટ્રેસે હાઇકોર્ટેમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે BMCની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. અને આગામી સુનાવણી આવતી કાલે થશે.
જણાવી દઈએ કે કંગનાની ઓફિસ 48 કરોડમાં બનેલ છે. કંગનાની આ ઓફિસ બનાવવા માટે મુંબઈલના પાલી હિલ સ્થતિ બંગ્લોમાં નંબર 5નું પુરી રીતે રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ તેને વર્ક સ્ટુડીઓમાં ફેરવી દેવામાં આવ્યું હતું. કાંગનાંના આ પ્રોડક્શન હાઉસનું નામ ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ રાખવામાં આવ્યું છે. આ નામ 2019માં આવેલી તેમની ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ કવીન ઓફ ઝાંસી’ના સન્માનમાં રાખવામાં આવ્યું હતું.

ઘણા દિવસોથી કંગના અને શિવસેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ મુંબઈની તુલના POK સાથે કરી હતી. ત્યાર પછી આ વિવાદે જોર પકડ્યો હતો.

કંગનાનું કહેવું છે કે જુબાની કાર્યવાહી કરતા શિવસેનાએ મુંબઈ સ્થિતિ તેમના ઘરને નિશાન બનાવ્યું છે. પરંતુ કંગનાનું કહેવું છે કે હું આવી રીતે હાર નહિ માનું.

કંગનાએ ટ્વિટ કરીને કહ્યું, મણિકર્ણિકા ફિલ્મ્સમાં પહેલા આયોધ્યાની ઘોષણા થઇ હતી. આ મારા માટે માત્ર એક મકાન નથી રામમંદિર છે. આજે ત્યાં બાબર આવ્યો છે, આજે ફરી ઇતિહાસ પોતાને પુનરાવર્તન કરશે રામમંદિર ફરી તૂટશે પરંતુ યાદ રાખજે બાબર આ મંદિર ફરી બનશે, જય શ્રી રામ.
