રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર નજીક ઓવરબ્રિજ પાસેથી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના ઢગલા મળી આવ્યા હતા. આ ઉત્તર વહી ધોરણ 10ની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ગઈ કાલે એટલે 17 માર્ચે જ પુરી થઇ છે જયારે આજે જ એટલે 18 માર્ચ ઉત્તરવહી રસ્તા પર પડેલી મળી આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓની રાત-દિવસની મહેનત આવી રીતે રસ્તા પર

મળતી માહિતી પ્રમાણે આ ઉત્તરવહીઓ મહેસાણા જિલ્લાના પરીક્ષાર્થીઓની હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. તપાસવા માટે અહીં લાવવામાં આવતી વખતે ભૂલથી રસ્તા પર પડી ગઈ હોવાનુ રાજકોટના DEOએ જણાવ્યુ છે.
ઉત્તરવહીઓ મળવાને લઇને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જે દોષીતો છે તેમના વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવશે.
મૉટે ભાગેની ઉત્તરવહી ફાટેલી

રસ્તા પરથી મળી આવેલ મૉટે ભાગેની ઉત્તરવહી ફાટી ગઈ છે. રસ્તા પર પડેલી હોવાને કારણે અનેક વાહનો એ ઉત્તરવહી પરથી ચાલવાના કારણે એ ખરાબ થઇ ગઈ છે તેમજ ઉત્તરવહીના પાનાઓ રસ્તા પર ઉડતા જોવા મળ્યા.
