બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડાએ 18 જુલાઈએ તેનો 37 મો જન્મદિન મનાવ્યો અને બર્થડે સેલિબ્રેશનના ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ પણ ખુબ જ થયા હતા. પ્રિયંકા ચોપડાના પતિ અને અમેરિકી સિંગર નિક જોનસે આ સમયને ખાસ બનાવવા માટે ખુબ જ શાનદાર કેકનું અરેન્જમેન્ટ કર્યું હતું.
પ્રિયંકા ચોપડાની લાલ ડ્રેસ સાથે કેક એકદમ મેચ થતો હતો. અને આ કેકની ચર્ચા સોશ્યિલ મીડિયા પર હાલમા નિક જોનસએ તેની વાઈફ માટે જે શાનદાર ગિફ્ટનું આયોજન કરેલું તેની કિંમત સામે આવી છે જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ કેકને માયામીની ડિવાઇન ડીવેકેસીઝ કેક્સએ બનાવ્યો છે. તેમના મુતાબિક આ કેકનો ઓર્ડર નિક જોનસએ આપ્યો હતો અને આ નિકનો જ આઈડિયા હતો કે, કેકને રેડ અને ગોલ્ડમાં બનાવવામાં આવે.
નિકએ તેમને જણાવ્યું હતું કે આ દિવસે પ્રિયંકા લાલ ડ્રેસ પહેરવાની હતી અને તેને ગોલ્ડ ડિટેલ્સ ખુબ જ પસંદ છે,એટલે નિક કેકને રેડ અને ગોલ્ડમાં ઇચ્છતા હતા. પ્રિયંકા ચોપડાના કેકને છેલ્લા સમયે ઓર્ડર કરવામાં આવેલો. જેને બનાવવા અને ફાઇનલ ટચ આપવા માટે 24 કલાક લાગ્યા હતા.
હવે આ શાનદાર કેકની કિંમત પણ કઈ ઓછી નહીં હશે. જણાવામાં આવ્યું છે કે પાંચ લેયર વાળો ચોકલેટ અને વેનીલા કેક લગભગ 5,000 અમેરિકી ડોલર એટલે લગભગ 3,45,000 રૂપિયાની છે. સામન્ય માણસ તો આટલા પૈસામાં આરામથી ત્રણ આઈફોન એક્સએસ મેક્સ આવી જાય. હવે ખાસ લોકોની પસંદ તો ખાસ હોય જ છે, અને પ્રિયંકા ચોપડાના બર્થડે પર નિક જોનસનું આ ગિફ્ટ પણ ખુબ જ ખાસ રહ્યું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.