બોલિવૂડના એક્ટર સુશાંતે કરેલી આત્મહત્યાના બાદ ઘણા સવાલ ઉભા થયા છે. જેમાં, બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ખૂબ જ ચર્ચામાં છે. કંગનાએ સુશાંતના નિધન બાદ બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસ અને કેટલાક સેલેબ્સ પર નિશાન સાધ્યું છે. કંગના બોલિવુડમાં કરતી હોવા છતાં ઈન્ડસ્ટ્રી વિરૂદ્ધ બોલવામાં અચકાતી નથી. કંગનાએ કરણ જોહર સહિત, મહેશ ભટ્ટ, તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કર જેવા સેલેબ્સ સામે નિશાન સાધ્યું છે. તે ઉપરાંત, કંગનાએ તેના ખરાબ સમયની યાદો પણ જણાવી છે.

કંગના રનૌતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016માં તનુ વેડ્સ મનુ ફિલ્મ હિટ ગયા બાદ મેં 18 બ્રાન્ડ્સ સાઈન કર્યા. ત્યારબાદ, અચાનક મારો એક્સ આવે છે જાણી સાથે મારે 2013 માં બ્રેકઅપ થઈ ગયું હતું. તેણે મારા પર કેસ કરી દીધો. જે મારા વિરૂદ્ધ એક પ્લાન હતો. જેના બાદ મારા માટે ડાયન થવા લાગ્યો હતો. જેથી લગ્ન અને પરિવાર બનાવવાનો ઓપ્શન પર પૂર્ણવિરામ લાગી ગયું. ત્યારબાદ ઘણાં બ્રાન્ડ્સથી પીછેહઠ કર્યા બાદ મારી પાસે કોઈ વિકલ્પ જ નહિ બચ્યો. તે સમયે મને આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હતો, ત્યારે મને એવા વિચાર આવતા હતા કે, હું મુંડન કરીને બધાથી દૂર થઇ જાવ. તે સમયે મારા સંબંધીઓ તેમના બાળકોને પણ મારાથી દૂર રાખતા હતા.
સુશાંતના સુસાઈડ કેસ બાદ પોલીસે મને નિવેદન માટે બોલાવી હતી. પરંતુ, હું ત્યારે મનાલીમાં હતી. મેં વિનંતી પણ કરી હતી કે, મને લેવા કોઈને મોકલો પરંતુ કોઈ રિસ્પોન્સ આવ્યો નહોતો. મેં જણાવેલી દરેક વાત સાચી છે અને હું તેને સાબિત પણ કરી શકું છું. જો હું આ વાતને સાબિત નહીં કરી શકું તો હું મારો પદ્મશ્રી પાછો આપી દઈશ. કારણ કે, એ સ્થિતિમાં હું આ સન્માનને લાયક નથી.
