આજે બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ 36 વર્ષની થઇ છે. હોંગ-કોંગમાં જન્મેલી કેટરીનાનો હવાઈ અને ઇંગ્લેન્ડ શહેરમાં ઉછેર થયો અને લંડનમાં જ તેણે મોડલિંગની શરૂઆત કરી અને આજે તે બૉલિવુડના એવી ટોપ અભિનેત્રીઓમાં છે જે એક ફિલ્મના માટે સૌથી વધારે ફી લઇ રહી છે.
કેટરીના ભલે સારી રીતે હિન્દી બોલી નહિ શકે. પણ તેણે હિન્દી, તેલુગુ, મલયાલમ ભાષામાં ઘણી બધી ફિલ્મો કરી છે. હા પણ કેટરીના કૈફ ફક્ત દેખાવમાં જ સારી નથી,તેનામાં ટેલેન્ટ પણ છે અને ખૂબ સ્માર્ટ છે.

ચાલો આજે આપણે જાણીએ કેટરીના કૈફ સાથે જોડાયેલી 10 વાતો, જે તમને ભાગ્યેજ ખબર હશે.
- કેટરીના કૈફનો જન્મ વર્ષ 1983 માં હોંગકોંગમાં થયો હતો અને તેનું પૂરું નામ Katrina Turquotte છે
- કેટરીનાએ સ્કુલમાં અભ્યાસ નથી કર્યો. પણ તેમનું ભણતર ઘરેથી જ થયુ છે.
- કેટરીના પિતા એમની માતા સાથે નથી રહેતા અને તેમની માતાએ જ તેમનો ઉછેર કર્યો છે. કેટરીનાને 6 બહેન અને 1 ભાઈ છે.
- કેટરીનાની પહેલી ફિલ્મ 2003માં આવી હતી અને જેનું નામ ‘બૂમ’ હતું. આ ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન પણ હતા.
- પહેલી ફિલ્મમાં ફિલ્મના પ્રોડ્યૂસર આયશા શ્રોફે તેનું નામ Katrina Turquotte થી ‘કેટરીના કૈફ’ કરી નાખ્યું, કેમ કે ભારતમાં એ બોલવું સહેલું છે. પહેલા તેમનું નામ કેટરીના કાજી થવાનું હતું। પણ પછી એમનું નામ કૈટરીના કૈફ કરવામાં આવ્યું.
- કેટરીના કૈફને વર્ષ 2004 માં તેલુગુ ફિલ્મ ‘મલ્લીસ્વરીટ માટે રૂ. 75 લાખ આપવામાં આવ્યા હતા અને તે સમયના હિસાબે સાઉથ સિનેમાની સૌથી વધારે ફી હતી.
- કેટરીનાના પિતા કશ્મીર મૂળના વતની છે એમની માતા બ્રિટેનના રહેવાસી છે.
- એવું કહેવામાં આવે છે કૈટરીના ધર્મમાં બહુ જ વિશ્વાસ રાખે છે. એ કોઈપણ ફિલ્મ રિલીઝ થવાના પહેલા સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈના માઉન્ટ મૈરી ચર્ચ અને અજમેરની દરગાહ શરીફમાં જાય છે.
- કેટરીના ટ્રસ્ટ અને ડોનેશન આપવામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. એમને ઘણી વખત ડોનેશન માટે ફ્રી માં કામ કર્યું છે અને પોતાની ફી પણ ડોનેશનમાં આપી છે.
- કેટરીનાને અત્યાર સુધી લગભગ 25 એવોર્ડ મળ્યા છે.
