બૉલીવુડ સેલિબ્રિટીઝ આ સમયે ખુલ્લીને નવા વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે. આ સમયે સેફ અલી ખાન, કરીના કપૂર, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, વરુણ ધવન અને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સ્વિટ્ઝર્લેન્ડમાં ન્યુ એયર સેલિબ્રેટ કરવા પહોંચ્યા છે. હાલમાં જ બરફમાં મસ્તી કરતા તેમના ફોટા સામે આવ્યા હતા. હવે ન્યુ ઈયરની પાર્ટીમાં આ ત્રણે જોડીઓની ફોટો સામે આવી છે.
આ ત્રણે જોડીઓએ ફેન્સને નવા વર્ષની શુભકામના આપતા આ ફોટો શેર કરી છે. અનુષ્કા શર્મા એ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો શેર કરી જેમાં વચ્ચે વરુણ-નતાશાની જોડી છે જયારે અનુષ્કા સાથે સેફ અને કરીના સાથે વિરાટ કોહલી બેઠેલા દેખાય છે.
બીજી બાજુ સોહા અલી ખાન અને કુણાલ ખેમુ પણ પોતાની દીકરી સાથે ઓસ્ટ્રેલિયામાં ન્યુ ઈયર સેલિબ્રેટ કરી રહ્યા છે. કૃણાલે પણ સોહા અને ઇનાયા સાથે પોતાની ફોટો શેર કરી.
બૉલીવુડ અને હોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા એ પણ પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ વીડિયોમાં પ્રિયંકાએ વર્ષ 2020માં પોતાની ઝલકોને સમેટી અને શેર કરતા લખ્યું, ‘વધુ એક વર્ષ, વધુ એક ગિફ્ટ. 2020 મારા માટે શું લાવ્યું છે એનો હું રાહ જોઈ રહી છું. ભગવાન અને એ બધા લોકોનો આભાર જેઁમણે મારી લાઈફને આશીર્વાદ આપ્યા.
બોલીવુડના બાદશાહ શાહરુખ ખાને પણ ન્યુ ઈયરના અવસર પર પરિવાર અને મિત્રો સાથે પોતાના અલી બાગ વાળા ફાર્મ હાઉસ પર ગયા છે. એમણે પોતાની એક બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કરતા ફેન્સને નવા વર્ષનું શુભેચ્છા આપી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.