આઈફા (IIFA) 2019: જુઓ વિનર્સની લિસ્ટ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા એવોર્ડ શો ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ્સ બુધવારે આયોજિત કરવામાં આવ્યો. આઈફાએ 20 વર્ષ પુરા થવાની ઉજવણી કરી. બોલીવૂડ સેલેબ્સનો સ્ટાઈલિશ અને ફેશનેબલ અવતાર જોવા મળ્યો. એકટ્રેસ આલિયા ભટ્ટથી લઇ રણવીર સિંહ સુધી કેટલા સ્ટાર્સે એવોર્ડ્સ એમના નામે કર્યા.
ચાલો જોઈએ વિનર્સની લિસ્ટ:
બેસ્ટ ફિલ્મ એવોર્ડ- મેઘના ગુલઝારની ફિલ્મ રાઝી
બેસ્ટ એકટ્રેસ એવોર્ડ- ફિલ્મ રાઝી માટે આલિયા ભટ્ટ
બેસ્ટ એક્ટર એવોર્ડ- પદ્માવત માટે રણવીર સિંહ
બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ- અંધાધુન માટે શ્રીરામ રાઘવન
બેસ્ટ સ્પોર્ટીંગ એકટ્રેસ- પદ્માવત માટે અદિતિ રાવ હૈદરી
બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટર- સંજુ માટે વિકી કૌશલ
બેસ્ટ ડેબ્યુટન્ટ ફિમેલ- કેદારનાથ માટે સારા અલી ખાન
બેસ્ટ ડેબ્યુટન્ટ મેલ- ધડક અને બિયોન્ડ ધ કલાઉડસ માટે ઈશાન ખટ્ટર
બેસ્ટ સ્ટોરી એવોર્ડ- અંધાધુન માટે શ્રીરામ રાઘવન, પૂજા લોધા શ્રુતિ, અરિજિત બિશવાસ, યોગેશ ચંદેકર અને હેમંત રાવ
બેસ્ટ મ્યુઝિક એવોર્ડ- સોનુ કે ટીટુ કી સ્વીટી
બેસ્ટ લિરિક્સ એવોર્ડ- ધડક માટે અમિતાભ ભટ્ટાચાર્ય
બેસ્ટ પ્લેબેક સિંગર એવોર્ડ- રાજી કે એ વતન માટે અરિજિત સિંહ
