સમગ્ર વિશ્વમાં કોરોના (covid-19) મહામારી ફેલાયેલી છે. જેના કારણે વિશ્વમાં (world) અત્યાર સુધી છ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાની રસી (corona vaccin) બનાવામાં અત્યાર સુધી કોઈ દેશને સંપૂર્ણ સફળતા હાથ લાગી નથી. માટે, આ પરિસ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ (immunity) સારી હોવી ખુબ જરૂરી છે. જેથી કોરોના વાયરસના ચેપથી બચી શકાય અથવા જો ચેપ લાગે તો ઝડપથી મટાડી શકાય છે. આ માટે આયુષ મંત્રાલયે પોતાની વેબસાઇટ 11 ઉપાયો જણાવ્યા છે જેના દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારો શકાય છે.
આ પણ વાંચો : શા માટે અયોધ્યા રામ મંદિરના ભૂમિ પૂજનના 5 ઓગસ્ટનાં મુહુર્ત પર ઉઠી રહ્યા છે સવાલો
આ ઉપાયોનો રોજિંદા જીવનમાં કરો ઉપયોગ
- રોજ ટૂંકા ગાળામાં ગરમ પાણી પીવાનું રાખો. તેનાથી ગેસ્ટ્રાઇટિસ બરાબર રહે છે અને રોગો થતા નથી. વાયરસનો પ્રવેશ થઇ શકતો નથી અને ગળા અને શરીરને અસર કરતું નથી.
- 30 મિનિટ યોગાસન કરો.
- હળદર, જીરું, ધાણા અને લસણ ખાઓ.
- 19 ગ્રામ ચ્યવનપ્રશનું સેવન કરવું જોઈએ.
- દિવસમાં એક કે બે વખત તુલસી, કાળા મરી, તજ, સુકા આદુ અને સૂકી દ્રાક્ષના ઉકાળાનું સેવન કરો. તેમાં પોતાની જરૂરિયાત અનુસાર ગોળ અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.
- એક કે બે વાર હળદરનું દૂધ પીવો.
- દિવસમાં એક કે બે વાર નાકની બંને અનુનાસિક પોલાણને નાળિયેર તેલ, તલનું તેલ અથવા ઘી લગાવો. આનો પ્રયોગ સવારે અથવા સાંજે કરો.
- એક ચમચી તલનું તેલ અથવા નાળિયેર તેલ મોંમાં બે-ત્રણ મિનિટ સુધી રાખો.
- એક કે બે વાર સ્ટીમ અથવા નાશ કરો.
- જો કફ અને ગળામાં દુખાવો હોય તો, લવિંગ પાવડરને મધ અથવા ખાંડ સાથે મિક્સ કરી દિવસમાં બેથી ત્રણ વાર પીવો.
