લદ્દાખ ખાતે સરહદ પર ભારત અને ચીન વચ્ચે સતત વધી રહેલી તંગદિલીના ભાગરૂપે હવે દેશભરમાં લોકોમાં ચીન સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે. ગલવાન ખીણમાં બંને દેશના સૈનિકો વચ્ચે થયેલ હિંસક ઝડપમાં 20 ભારતીય જવાન શહીદ થયા. જેના પછી આખા દેશમાં ચીન સામે લોકો ભારે રોષ પ્રકટ કરી રહ્યા છે અને હવે ભારતમાં ચીનના માલ-સામાનનો બહિષ્કાર વેગવાન થયો છે.
ચીન અને ભારતના સૈનિકો વચ્ચે લદાખમાં થયેલ અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થઇ ગયા હતા. જેને લઇ દેશભરમાં ચીન વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો છે. જેને લઇ ભારતમાં ચીનનો બહિષ્કાર કરવાનો અભિયાન ચાલી રહ્યો છે. જેને લઇ લોકો ચીનના સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે ચીનની ટીવી અને ફોન તોડતા નજરે જોવા મળ્યા છે. સાથે સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ ચાલી રહ્યા છે. તેમજ લોકો ચીની એપ પણ ડીલીટ કરી રહ્યાં છે.
સુરતમાં boycott ચીનની શરૂઆત

સુરત શહેરમાં ‘બોયકોટ ચાઈના’ અભિયાનની મોટી શરૂઆત થઈ છે. મળતી માહિતી મુજબસચિન વિસ્તારના SEZ માં આવેલી કંપનીએ ચીનની જાયન્ટ કંપની અલીબાબા.કોમ સાથે 11 વર્ષ જૂનો કરાર સુરતની કાલિકા ઇન્ટરનેશલ કંપની દ્વારા બોયકોટ કરાયો છે અને કોન્ટ્રાકટ રિન્યુ કરવાની સ્પષ્ટ ના પાડી છે. આ કંપનીનું ટર્નઓવર કરોડો રૂપિયા છે. ઉપરાંત પ્રથમ કસ્ટમર હોય એમ 11 વર્ષથી ગોલ્ડન સપ્લાયર તરીકે વિશેષ દરજ્જો પણ કંપનીને મળ્યો હતો.
દેશના હિતમાટે લેવાયો નિર્ણય
કંપનીના માલિકએ કહ્યું કે આપણા સૈનિકોને મારે તેવા ચીન સાથે કોઈ વેપાર નહિં કરવામાં આવે. નફામાં નુકસાન જશે તો ચાલશે પરંતુ દેશના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાઈનાનો બહિષ્કાર જ આખરી વિકલ્પ છે. આ સાથે જ ઉદ્યોગપતિએ આપીલ પણ કરી કે દેશના બધા ઉદ્યોગકારો અને વેપારીઓએ પણ ચીનનો બહિષ્કાર કરવો જોઈએ. ચાઈના સાથે વેપાર બંધ કરો અને દેશને મજબૂત કરો.
આ પણ વાંચો : કોઈ મિસાઈલથી ઓછું નથી ચીનનું આ હથિયાર, રમે છે માઇન્ડગેમ
