બ્રાઝિલના રિયો ડી જેનેરિયામાં એવું બન્યું કે જેના દ્વારા બધા લોકોને આશ્ચર્ય થયું. ત્યાંની એક હોસ્પિટલમાં 13 ફેબ્રુઆરીએ એક છોકરીનો જન્મ થયો હતો અને તે જન્મની સાથે જ સુપરસ્ટાર બની હતી. કારણ કે જન્મ લીધાની સાથે જ છોકરી ગુસ્સામાં ડોક્ટર તરફ જોવા લાગી. છોકરી આ એક્સપ્રેશન માટે ખૂબ વાયરલ થઈ રહી છે.

જ્યારે ડોક્ટરોએ નાળને કાપતા પહેલા બાળકને રડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેણે ગુસ્સાથી ડોકટરો તરફ જોયું. ડોક્ટરો આ જોઈને નવાઈ લાગી અને તે જ ક્ષણે છોકરી કેમેરામાં કેદ થઈ.
બાળકી જન્મ બાદ રડતી નહોતી. ડોકટરોએ તેને રડવાનો પ્રયત્ન કર્યો જેથી તેઓ સુનિશ્ચિત થઈ શકે કે બાળક તંદુરસ્ત છે અને તેના અંગો યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે. જયારે ડોકટરોએ તેને રડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ગુસ્સાથી જોવા લાગી. બાળકનો જન્મ સિઝેરિયન ડિલિવરી દ્વારા નક્કી સમયના 7 દિવસ પહેલાં થયો હતો. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સિઝેરિયન ડિલિવરી ના કારણે ગુસ્સે છે.

બાળકીની માતા ડાયને ડી જીસસ બારબોસાએ બાળકની યાદગાર ફોટોગ્રાફ્સ મેળવવા માટે ફોટોગ્રાફર રાખ્યો હતો. ફોટોગ્રાફરે આ ફોટાને ફેસબુક પર શેર કર્યા છે
ફોટોગ્રાફરે કહ્યું કે, આ એક્સપ્રેશન આપ્યા બાદ જ્યારે ડોક્ટરે ગર્ભનાળ કાપી ત્યારે તે રડવા લાગી. બાળકીનું નામ ઇસાબેલ પરેરા ડી જીસસ રાખ્યું છે.
