કર્ણાટકના હાવેરીથી એક અજીબ ઘટના સામે આવી છે. હવેરીના એક કોલેજમાં વિદ્યાર્થીઓને નકલ કરતા રોકવા માટે એમના માથા પર કાર્ડબોર્ડના ડબ્બા પહેરાવવામાં આવ્યા. આ ડબ્બામાં આંખની સામે એક ચોરસ ભાગ કાપી દેવામાં આવ્યો. જેથી વિદ્યાર્થીઓ સવાલ જોઈ જવાબ લખી શકે.

સોશિયલ મીડિયા પર આ ફોટો ખુબ શેર થઇ રહી છે
ઘટના કર્ણાટકની હાવેરી જિલ્લાની ભગત પ્રી યુનિવર્સીટી કોલેજની છે. કોલેજ પ્રશાસનના જ એક વ્યક્તિએ આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ત્યાર પછી લોકોએ આ ફોટોને શેર કરવાનું શરુ કરી દીધું છે. આ ફોટો 16 ઓક્ટોબરે લેવામાં આવી હતી અને એજ દિવસે એને પોસ્ટ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટરના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થને વારંવાર ના પાડ્યા છતાં પણ નકલ કરતા હતા. ગઈ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ હદ કરી દીધી હતી, જે માટે કોલેજ પ્રશાસને નવો રસ્તો અપનાવ્યો. રાજ્ય સરકાર આ મામલે જાણીને કોલેજને નોટિસ પણ મોકલી આપી છે. અને જવાબ માંગ્યો છે
સોશિયલ મીડિયા પર લોકો લઇ રહ્યા છે મજા
આ ફોટો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકોએ શેર કરી રહ્યા છે. કોઈને હાસ્યપદ લાગી રહ્યું છે તો કોઈ ગંભીર આપત્તિ જતાવી રહ્યું છે. પરીક્ષામાં કોપી એક મોટી સમસ્યા છે. એને રોકવા માટે પ્રશાસન ઘણા પ્રકારના રસ્તાઓ અપનાવે છે. નજર રાખવા માટે કેમેરા લાગેલા હોય છે. ફ્લાઈંગ સ્ક્વોડ હોય છે. ઘણી વાર શિક્ષકની સંખ્યા વધારવામાં આવે છે. પરંતુ હાવેરીમાં જે થયું, તે થોડું વધારે જ હતું. જેને લઇ કોલેજ પ્રશાસને સોશિયલ મીડિયા થી લઇ સરકારી તંત્ર થી પણ ઘઉં સાંભળવું પડ્યું હતું.