મોદી સરકારે કલમ 370 હટાવવાનો મહત્વનો નિર્ણય લીધા પછી, હવે કેટલાંક લોકો કાશ્મીર અને લદ્દાખમાં પ્રોપર્ટી લેવા માટે રસ ધરાવી રહ્યા છે. હજી તો શરૂઆત જ થઇ છે ત્યાં તો Quora માં ઢગલા બંધ પ્રશ્ન જોવા મળી રહ્યા છે કે, ‘લદ્દાખ અને કાશ્મીરમાં પ્રોપર્ટી કઈ રીતે ખરીદી કરી શકાય’?
કલમ 370ના નાબુદ થવા પેહલાં જમ્મુ અને કાશ્મીરને એક વિશેષ રાજ્યનો અધિકાર મળ્યો હતો, એવી શક્યતા છે કે ત્યાં જમીન ખરીદવી સરળ થઈ જશે અને આના કારણે જ લોકો ત્યાં જમીન ખરીદવા ખૂબ જ ઉત્સુક છે.
Quora પર એક સામાન્ય ‘Ladakh’ નું સર્ચ કર્યા બાદ તમને ઘણા બધા પ્રશ્ન ત્યાં જોવા મળશે.
નીચે આપેલા અમુક પ્રશ્ન છે જે Quora પર કરવામાં આવેલા:
-શું હવે બીજા દેશના લોકો કાશ્મીરમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદી શકશે?
-યુનિયન ટેરીટરી થયા પછી, લદ્દાખમાં કઈ રીતે જમીન ખરીદી શકીએ?
-ક્યા બેસ્ટ વિસ્તાર છે લદ્દાખમાં જમીન ખરીદવા?
-કાશ્મીર/લદ્દાખ યુનિયન ટેરીટરી માં જમીન ખરીદવી શક્ય છે?
-જમ્મુ કાશ્મીર ના દાલ લેક નજદીક પ્રોપર્ટી નો શું ભાવ છે?
મહત્વની બાબત એ છે કે બધા જ પ્રશ્ન છેલ્લા થોડાં જ દિવસોમાં આવી રીતે ઘણાં પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે તેના પર જવાબ શોધવામાં આવી રહ્યા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.