ગુરુવારે બેંગ્લોરના ફ્રીડમ પાર્કમાં એન્ટી CAA રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ આ રેલીમાં હાજર હતા. ત્યાં એક છોકરી સ્ટેજ પર આવી અને ‘પાકિસ્તાન જિંદાબાદ ‘ના નારા લગાવવા લાગી. આ સાંભળીને દરેક લોકો ચોંકી ગયા હતા. ત્યારબાદ, આ છોકરી ચર્ચામાં આવી હતી. પાકિસ્તાનના સમર્થિત સૂત્રોચ્ચાર કરનારી આ છોકરીની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ છોકરીનું નામ અમુલ્યા લિયોના છે, તે બેંગલુરુની NMKRV કોલેજમાં જર્નાલિઝમમાં બી.એ. કરી રહી છે. 19 વર્ષની અમુલ્યા કર્ણાટકના ચિકમંગલુરની રહેવાસી છે. બેંગલુરુમાં ફ્રીડમ પાર્ક ખાતે CAA-NRC વિરોધી રેલીમાં AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સ્ટેજ પરથી ઉતારવા લાગ્યા ત્યારે અમુલ્યાએ માઇક લઈને પાકિસ્તાન સમર્થનના નારા લગાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ ઓવૈસીએ આ છોકરીને રોકવાનો પ્રયાસ કર્યો અને પાર્ટીના કાર્યકરોએ છોકરીનું માઇક છીનવી લીધું.
એક અહેવાલ પ્રમાણે, અમુલ્યા લિયોનાએ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સમર્થકોએ ગુરુવારે રાત્રે તેના ઘરે પથ્થરમારો કર્યો હતો. અમૂલ્યાના પિતા વાજીએ આ માહિતી આપી હતી. તે સમયે તેના પિતા હાજર હતા.

તેમના પિતાએ કહ્યું કે, ભાજપ સમર્થકોએ ઘરમાં પથ્થરમારો કરીને બારીના કાચ અને દરવાજાને નુકશાન પહોચાડ્યું હતું. આ ઘટના ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યે થઇ હતી. તેમણે કહ્યું કે,- “તે બધા ભાજપના સમર્થક હતા અને એક જૂથમાં આવ્યા હતા.” મેં જૂથનું નેતૃત્વ કરનારા કેટલાક લોકોના નામ સાથે પોલીસમાં ફરિયાદ કરી છે.
ફરિયાદના કર્યા બાદ ગુરુવારની રાતે ત્રણ પોલીસકર્મીઓ તેમના ઘરે તૈનાત કરવામાં આવ્યા છે. અમુલ્ય પર કરવામાં આવેલા રાજદ્રોહનો આરોપને લઈને કોર્ટે અમુલ્યાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે.
અમૂલ્યાના પિતા બે એકર વિસ્તારમાં વાવેતર કરે છે. અને મરઘાં ઉદ્યોગ પણ ચાલવે છે. તેમણે તેમની પુત્રી દ્વારા અપાયેલા નિવેદનની ટીકા કરી છે. અને અને કહ્યું હતું કે, તેને જામીન અપાવવા માટે તેઓ કોઈ પ્રયાસ નહિ કરે. કાનૂન પોતાનો યોગ્ય નિર્ણય લેશે.

અમૂલ્યાના પિતાએ કહ્યું કે, “વિરોધી પ્રદર્શનમાં જોડાતા પહેલા પુત્રીને ચેતવણી આપવામાં આવી હતી. મેં તેને કહ્યું હતું કે, તેણે પહેલા અભ્યાસ પૂરો કરવો જોઈએ અને પછીથી તે ગરીબ લોકો માટે લડવું. ” મને જાણ નથી કે તેણે શું કર્યું છે પરંતુ મને આશા છે કે, ટૂંક સમયમાં તપાસમાં બહાર આવે કે, કોને આવું નિવેદન આપવાનું કહ્યું હતું.”

અમુલ્યાના પિતા ઘણાં વર્ષોથી રાજકીય રીતે સક્રિય છે. તેઓ પૂર્વ શિક્ષણ પ્રધાન પણ હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા. તેના પિતાએ કહ્યું કે, “અમુલ્યા કેટલાક મુસ્લિમ લોકોથી પ્રભાવિત થઇ છે.” તેણે કહ્યું, “હું હૃદયનો દર્દી છું.
