નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ના વિરોધ અને સમર્થનના નામે દેશની રાજધાનીમાં શરૂ થયેલા તોફાનો હવે શાંત થઇ રહ્યા છે. મંગળવારથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તોફાનોને શાંત કરવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ, મંગળવારે મોડી સાંજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ દેશની રાજધાનીમાં કાયદાઓ અને વ્યવસ્થાને સામાન્ય બનાવવા માટે કામ કરી રહ્યા છે. આદેશ બાદ તરત જ અજિત ડોભાલ દિલ્હીની શેરીઓમાં ફરીને લોકોની હાલતની તપાસ કરી.

પીએમ મોદીએ ડોભાલને મેદાનમાં મોકલ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે તોફાનો બાદની ઉત્તર-પૂર્વ દિલ્હીની તસવીરોથી ઘણું દુઃખ થયું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. ત્યારે, વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને તોફાનગ્રસ્ત ઉત્તર પૂર્વ દિલ્હીની સ્થિતિને સામાન્ય બનાવવા સૂચના આપી છે.

ડોભાલ દરેક લોકોને મળશે
પીએમ મોદીના આદેશથી ડોભાલ હિંસાગ્રસ્ત વિસ્તારની ગલીઓમાં ફરતા જોવા મળ્યા હતા. તેમણે મૌજપુર, ઝફરાબાદ, ચાંદબાગના વિસ્તારોની મુલાકાત લીધી. અહીં તેઓ, લોકોને પૂછતાં જોવા મળે છે કે, તેમની સમસ્યા શું છે?. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ડોભાલે કહ્યું કે,પોલીસ તેનું કામ કરી રહી છે. સ્થાનિક લોકો પોલીસની કામગીરીથી સંતુષ્ટ છે. આ અવ્યવસ્થામાં 22 લોકોનાં મોત નીપજ્યાં છે, અને 200 જેટલા લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, જવાબદારી મળ્યા બાદ ડોભાલ મોડી રાત્રે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્યા પટનાયક અને નવનિયુક્ત વિશેષ કમિશનર એસ.એન. શ્રી વાસ્તવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
આદેશ મળતાં જ અજિત ડોભાલ એક્શનમાં આવ્યા
તેમણે ઝફરાબાદ અને સીલમપુર સહિત ઉત્તર-પૂર્વ દિલ્હીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ પોલીસ અધિકારીઓને મળ્યા અને જરૂરી સૂચનાઓ આપી. તદ ઉપરાંત વાતાવરણને શાંત કરવા તેઓ વિવિધ સમુદાયોના નેતાઓને પણ મળ્યા હતા.

ડોભાલ મુશ્કેલ પરિસ્થિતિઓને સાંભળવામાં સક્ષમ છે
CCS માં વડા પ્રધાન ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકર છે. ડોભાલ (75), ગુપ્તચર બ્યુરોના ભૂતપૂર્વ વડા છે. તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરવા માટે પ્રખ્યાત છે. તે ઉપરાંત, તેઓ વડા પ્રધાનના વિશ્વાસપાત્ર પણ માનવામાં આવે છે. ગયા વર્ષે, ઓગસ્ટમાં કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓ રદ કરવામાં આવ્યા બાદ, ડોભાલે એક પખવાડિયાથી વધુ સમય સુધી જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર નજર રાખી હતી.

દરેક મેટ્રો સ્ટેશન ખુલ્યા
દિલ્હી મેટ્રો એ ટ્વિટ કર્યું છે કે, “બધા સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યા છે. તમામ સ્ટેશનોમાં સામાન્ય સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. ”પરંતુ મેટ્રોમાં લોકોની અવરજવર ઘણી ઓછી છે.

