નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે ઉ.પ્રદેશ પોલીસ તરફથી સતત કાયદોને વ્યવસ્થા કાબુમાં રાખવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પોલીસ દ્વારા વિરોધ દરમિયાના તોફાન કરનારને પકડવા માટે વિવિધ રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે.

આગ્રામાં ફિરોઝાબાદના વિસ્તારમાં તોફાન કરનાર લોકોને પકડવા માટે પોલીસે કેળા વેચનારનો વેશ ધારણ કર્યો હતો. એટલું જ નહીં તેના માટે પોલીસે પોતની મૂછ પણ મુંડન કરાવી દીધી હતી.

જ્યારે પોલીસને માહિતી મળી કે, તેમના વિસ્તારમાં કેટલાંક વિરોધસૂર ધરવતાં વ્યક્તિઓ આવીને લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે ત્યારે સ્ટેશન ઇન્ચાર્જ સુનીલ તોમરે પોતાનો વેશ જ બદલી નાખ્યો. અને માથા પર કાપડ બાંધી જાહેર રસ્તા પર લારી લઈને ઊભા રહી ગયા હતા.

આ દરમિયના સુનીલ તોમરે કેળા વેચવાની લારી લગાવી સમગ્ર વિસ્તારમાં ફરતાં રહ્યા હતા. જાણે ફિલ્મી સ્ટાઈલમાં તેઓ ઘણી સુચના પણ મેળવવામાં સફળ રહ્યા હતા. એટલું જ નહીં તેમના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, સુશીલનું આ કામ ખરેખર પ્રશંસા પાત્ર હતું તેમને ઘણી સૂચનાઓ એકત્ર કરી હતી.

સુનીલ દ્વારા વિરોધ કરનાર ઉપદ્રવને પકડવા માટે જે રસ્તો અપનાવ્યો તેની અધિકારીઓએ પણ નોંધ લીધી હતી. હાલમાં આ વિસ્તારમાં પોલીસના આ કામની ઘણી પ્રશંસા થઈ રહી છે. તેમજ ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે.
