આજે IPLમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ સાંજે 7:30 વાગે શરુ થશે. આજની મેચ સૌથી ચોગ્ગા-છગ્ગા લાગતા શારજાહના સ્ટેડિયમમાં રમાશે. આજની મેચમાં દર્શકોની નજર વિરાટ કોહલી, આન્દ્રે રસેલ અને ડિવિલિયર્સ પર રહેશે. આ ટૂર્નામેન્ટની છેલ્લી 2 મેચ જીતવામાં સફળ રહી છે. આજે તે જીતની હેટ્રિક કરવા મેદાને ઉતરશે. વિરાટ કોહલીના ધુરંધરોએ ચેન્નાઈ સુપરકિંગ્સને 37 રનથી હરાવ્યા બાદ આત્મવિશ્ર્વાસથી ભરપૂર હશે. કોલકત્તા અને બેંગ્લોરની ટીમે અત્યાર સુધી છ-છ મેચ રમી છે જેમાંથી ચાર-ચાર મેચ જીતી છે.

આજની મેચમાં કલકત્તાની ટીમની બેટિંગ સતત વિસંગતતાઓથી ભરેલી રહી છે. જેમાંથી યુવા પ્લેયર શુભમન ગીલ સારા ફોર્મમાં છે. તેને બે અર્ધસદી ફટકારી ચુક્યો છે. તેમજ સુનિલ નરૈનના સ્થાને આવેલો ઓપનર રાહુલ ત્રિપાઠી ચેન્નાઈ સામે 81 રનની ઇનિંગ રમ્યો હતો. પરંતુ, ત્યારબાદ તે પંજાબ સામે નિષ્ફળ નિવડ્યો હતો. નીતિશ રાણા પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. કોલકત્તાનો કેપ્ટન દિનેશ કાર્તિકને આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી.
આ પણ વાંચો: અભિનેત્રી ખુશ્બૂ સુંદરે આપ્યુ કોંગ્રેસમાંથી રાજીનામું, BJPમાં જોડાશે
છેલ્લી બે મેચથી કલકત્તાનું આક્રમક બોલિંગની પ્રદર્શન દર્શાવ્યું હતું. ચેન્નાઈ અને દિલ્હી સામે કોહલીએ સારી એવી ટક્કર આપી હતી. બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ મોરિસની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આજની મેચમાં કઈ ટીમને જીત મળશે તે જોવા જેવું હશે.
