બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિને લઇ ઉમેદવારો છેલ્લા ચાર દિવસથી પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. સરકાર દ્વારા SIT રચન કરવામાં આવી છે જેની તાપસ 10 દિવસની અંદર પુરી કરી એક રિપોર્ટ સુપરત કરશે. SIT ( Special Investigation Team)ની રચના કરતા આંદોલન શરુ કરનાર યુવરાજ સિંહ એ આંદોલન સમાપ્ત કરવાની જાહૅરાત કરી છતાં ઉમેદવારોની એક જ માંગ છે પરીક્ષા રદ કરો. ત્યારે આ આંદોલનમાં ઉતરેલા હજારો ઉમેદવારો માંથી હવે માત્ર ચાર થી પાંચ ઉમેદવારો જ રહ્યા છે. પરંતુ કોંગ્રેસ તેઓના સમર્થનમાં આવ્યું છે.

વધુ સંખ્યા જોઈ મેદાનમાં આવેલ કોંગ્રેસ તેમજ અપક્ષના નેતેઓ આજે ચોથા દિવસે આંદોલનમાં ગણ્યા ગાંઠ્યા અને NSUIના કાર્યકરોજ બચ્યા હોવાથી ગાંધીનગરમાંથી જતા રહ્યાં હતા. ગઈ કાલે પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના કૉંગ્રેસી નેતાઓ ધરણા સ્થળે પાંખી હાજરી જોઈને ફરક્યા પણ ન હતા.

જો કે રાજકોટ શહેરમાં આજે બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન અપાયુ છે. શહેરના નિર્મલા રોડ પર આવેલ કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કૉલેજ બંધ કરાવવા NSUIના કાર્યકરો પહોંચ્યા હતા., છેલ્લા ત્રણ દિવસ થી ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા કરી રહ્યા છે, હવે યુથ કોંગ્રેસ NSUI આવ્યું મેદાને, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ કોલેજો બંધ કરવામાં આવી
