હાલમાં કોરોના વાયરસના કારણે તમામ શાળા કોલેજો બંધ છે. હાલની પરિસ્થિતિ અનુસાર, તમામ પ્રવેશ પ્રક્રિયા પણ સ્થગિત રાખવામાં આવી છે. ત્યારે, સુરતના મજુરા ખાતેની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)માં ઓગષ્ટ-2020 પ્રવેશ મેળવવા જાહેરાત કરાઈ છે. પ્રવેશ મેળવવા માટે ધો-7 કે તેથી વધુ ધો-10 પાસ સુધીના ઉમેદવારોએ પ્રવેશ મેળવી શકશે. જે માટે આ સંસ્થામાં તા:19-10-2020ની સાંજના 06:00 કલાક સુધીમાં ફોર્મ ભરી પ્રવેશ મેળવી શકાય છે. હાલની પરિસ્થિતિને જોતા ITIએ ઓનલાઇન ફોર્મ ભરવાની સગવડ કરી છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે RBI અને કેન્દ્ર સરકાર પાસે એક અઠવાડિયામાં માંગ્યો જવાબ
આ સંસ્થામાં ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ઉમેદવાર ઓનલાઈન ફોર્મ https://itiadmission.gujarat.gov.in તથા https://talimrojgar.gujarat.gov.in વેબસાઈટ પર ભરી શકાશે. વધુ માહિતી માટે ફોન નં : 0261-2655794 ઉપર સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ જણાવ્યું છે.
