કોરોના સંકટ વચ્ચે છેલ્લા કેટલાક મહિના દરમિયાન દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ જેવા કેટલાક મોટા શહેરોમાં સાયબર ફ્રોડના મામલામાં વધારો થયો છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખી દેશની તમામ બેન્કો અને સરકારી એજન્સીઓ પણ સળંગ સતર્ક રહેવાની સલાહ આપી રહી છે. તમને જણાવી દઈએ કે, ઓનલાઈન ગેમ્બલિંગ કલર પ્રિડિક્શન દ્વારા થાય છે. કલર પ્રિડિક્શન ગેમ એક એવી એપ્લીકેશન છે, જેમાં એક કલર પર પૈસા લગાવવામાં આવે છે. પછી એક કલર અથવા કલર કોમ્પિનેશનની ભવિષ્યવાણી કરવામાં આવે છે. જો તમારી પ્રિડિક્શન સાચી પડે તો, તમે જીતી જાઓ છો.
હૈદરાબાદ પોલીસે એક ઓનલાઈન ગેમિંગ વેબસાઈટ દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાના ફ્રોડનો ખુલાસો કર્યો છે. પોલીસ અનુસાર, ઓનલાઈન ગેમિંગનું આયોજન ટેલીગ્રામ એપ્સ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ્સમાં માત્ર રેફરન્સના આધારે જ એન્ટ્રી મળે છે. ગ્રુપ્સ સાથે જોડાયેલા લોકોને નવા મેમ્બર બનાવવા પર કમીશન આપવામાં આવે છે. તેમાં ટેલિગ્રામનો ઉપયોગ થાય છે. ટેલીગ્રામ ગ્રુપમાં માત્ર રેફરન્સથી જ એન્ટ્રી મળે છે.

ટેલીગ્રામ પર રહેલા આ ગ્રુપ્સમાં એડમીન તે વેબસાઈટ વિશે જણાવે છે, જ્યાં દાવ લગાવી શકાય છે, આ વેબસાઈટ રોજ બદલી દેવામાં આવે છે, જેથી પકડાઈ જવાનો ખતરો ઓછો થઈ જાય છે. ત્યારબાદ એક રંગ દ્વારા દાવ લગાવનાર ગેમ રમાડવામાં આવે છે, જેમાં ખેલાડીઓને રંગ ઓળખવાની ભવિષ્યવાણી કરવાની હોય છે. આમાં તમે જે રંગ બોલો, તેજ રંગ ગેમમાં નીકળે તો તમે જીતી જાઓ છો, આવું કરીને કરોડો રૂપિયા તેમણે અત્યાર સુધીમાં બનાવી લીધા છે. તપાસમાં બે ખાતાની પણ ઓળખ થઈ છે, જેમાં 1100 કરોડ રૂપિયાની લેવડ દેવડ થઈ છે, અને આ તમામ લેવડ-દેવડ આ વર્ષે જ થઈ છે.
આ તમામ ગેમિંગ વેબસાઈટ્સ ચાઈના બેસ્ડ છે, અને તેનો જે પૂરો ડેટા છે તે ક્લાઉડ બેસ્ડ ડેટા મેનેજમેન્ટ છે, પૂરૂ ઓપરેશન ચીનથી જ ઓપરેટ થાય છે. વેબસાઈટ પર આના પર લોકોનો દાવ લગાવવામાં આવે છે. પછી એકની પાસેથી 97 હજાર તો બીજા પાસેથી 1 લાખ 64 હજાર રૂપિયા દગો કરીને લેવામાં આવ્યા. બંનેની ફરિયાદના આધાર પર હૈદરાબાદ પોલીસની સાયબર ક્રાઈમ સેલે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે, ઓનલાઈન ગેમિંગનું આયોજન ટેલીગ્રામ ગ્રુપ્સ દ્વારા કરવામાં આવે છે.