ભારતમાં એક તરફ કોરોના વાયરસ ચાલી રહ્યો છે ત્યારે, બીજી તરફ ઓનલાઇન ઠગાઈના કેસમાં વધારો થયો છે. જેમાં ઠગ લોકો આપણી બેંકની વિગતો/ઓટીપી મેળવવા માટે રિમોટ એક્સેસ એપ ઉપયોગી થાય છે. આ માહિતી મેળવવા માટે ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે. જેથી આ માહિતી મેળવવા માટે ઠગ લોકો આ એપને બીજાના ફોનમાં ઇન્સ્ટોલ કરવા કોઈ કારણ શોધતા હોય છે.

જેના માટે તેઓ વોલેટ કે બેંકની KYC કરવું વગેરે જેવા કારણોનો સહારો લે છે. ઠગ લોકો ઓછા ખર્ચે હજારો-લાખો લોકોને KYC પ્રોસેસ પૂરી કરવી જરૂરી હોવાના મેસેજ મોકલી શકે છે. જેમાંથી, કોઈ ને કોઈ વ્યક્તિ ઠગે જણાવેલ વોલેટ કે બેંકનો ઉપયોગ કરતી હોય એ સ્વાભાવિક છે. જેમાંથી ઘણા લોકો આ ઠગ લોકોની જાળમાં ફસાઈ જતા હોય છે.
આ પણ વાંચો : શું કેન્દ્ર સરકાર દરેક કોરોના દર્દી દીઠ પાલિકાને 1.5 લાખ રૂપિયા આપી રહી છે ?, જાણો આ વાયરલ થયેલા મેસેજની સચ્ચાઈ
આ વાતોનું રાખો ધ્યાન
- KYC સંબંધિત મેસેજ મેસેજ પર ધ્યાન આપો
- તેમાં જણાવેલ નંબર પર ક્યારેય કોલ કરશો નહીં
- એ વ્યક્તિના કહેવાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરશો નહીં અને ટ્રાન્ઝેકશન કરશો નહીં
આ બાબતોનું ધ્યાન રાખીને તમે લાખોના નુકશાનથી બચી શકો છો.
