કરદાતાઓના ફાયદા માટે આયકર વિભાગે પાન નંબરની જગ્યા પર 12 આંકડાના આધાર નંબર ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ આ કરતી વખતે તમારે ઘણી સાવધાની રાખવાની જરૂરત છે. કારણ કે જો તમે ખોટો આધાર નંબર આપ્યો તો તમારે 10,000 સુધીની મોટી રકમ દંડ તરીકે ભરવો પડી શકે છે.

નાણાં બિલ 2019માં હાજર આયકર અધિનિયમ 1961ની નવું સંશોધન માત્ર પાનની જગ્યા પર આધાર નંબરની મંજૂરી આપવાનું છે. પરંતુ ખોટા આધાર નંબર આપવા પર 10,000 રૂપિયાનો દંડ પણ આપવાનું છે.
આ દંડનો નવો નિયમ એ જ જગ્યા ઓ પર લાગુ થાય છે, જ્યા પાનની જગ્યા પર તમે આધાર નંબરનો ઉપયોગ કરો છો અને જ્યાં આયકર વિભાગના નિયમો અનુસાર, પાન નંબર આપવો અનિવાર્ય છે. ઉદાહરણ તરીકે ઈન્ક્મ ટેક્સ રિટર્ન જમા કરવું, બેન્ક ખાતું ખોલાવવું, ડીમેટ એકાઉન્ટ ખોલવું અને 50 હજાર રૂપિયાથી વધુ મ્યુચુઅલ ફંડ અને બોન્ડ ખરીદવું.
આધારના નવા નિયમ
જો કે આધાર યુનિક આઇડેન્ટિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જયારે દંડ UIDAI દ્વારા નહિ, પરંતુ આયકર વિભાગ દ્વારા લગાવવામાં આવે છે.
આયકર અધિનિયમ, 1961ની ધારા 272B અનુસાર, જો કરદાતા પાનની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ થાય છે તો આયકર વિભાગ દંડ લગાવી શકે છે. દંડની રકમ દરેક ડિફોલ્ટ માટે 10,000 રૂપિયા રહેશે.
આ પહેલા, દંડ માત્ર પાન સુધી જ સીમિત હતું, પરંતુ સપ્ટેમ્બરમાં પાન-આધાર ઇન્ટરચેન્જિંબિલિટી ની જોગવાઈ તો આ આધાર માટે પણ લાગુ થઇ ગઈ.

કેવી પરિસ્થિતિઓમાં લાગશે દંડ
- જો તમે પાન ના બદલામાં ખોટો આધાર નંબર આપો છો
- જો તમે કોઈ ખાસ ટ્રાન્જેક્શન માં પાન અથવા આધાર નંબર આપવામાં નિષ્ફળ રહો.
- માત્ર આધાર નંબર આપવો જ જરૂરી નથી, તમારે બાયોમેટ્રિક આઇડેન્ટિટી ને પણ ઓથેન્ટિકેટ કરવું પડશે અને જો એ ફેલ થાય છે તો તમારા પર દંડ લાગી શકે છે.
નિયમો અનુસાર, જો પાન અથવા આધાર નંબર સારી રીતે નથી આપ્યો અને એને ઓથેન્ટિકેટ નથી કરવામાં આવ્યો તો બેંકો, નાણાકીય સંસ્થાઓ વગેરે પર પણ દંડ ફટકારી શકે છે.
એ ઉપરાંત, આ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે જો તમે બે ફોર્મમાં આધાર નંબર આપો છો તો તમારે દરેક માટે 10-10 હજાર નો દંડ મતલબ 20 હજાર રૂપિયા ભરવા પડી શકે છે. માટે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખો.
