ભારતમાં કોરોના મહામારી આવ્યા બાદ PM મોદીએ લોકલ વસ્તુના નિર્માણ અને તેના ઉપયોગ પર વધારે ભાર આપ્યો છે. આ અંતર્ગત ઘણી યોજનાઓ ચલાવીને ભારતને આત્મનિર્ભર બનાવવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં સુરત પણ પાછળ રહ્યું નથી. છેલ્લા થોડા સમયથી ઇનોવેશનને વેગ મળી રહ્યો છે. કામરેજના રોહિતભાઈ કારેલીયા ઘણા વર્ષોથી એન્જિનિયરિંગ અને ફેબ્રિકેશન વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમને એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.
તેઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ પંખાઓ પર શોધો કરી રહ્યા છે. હાલમાં તેમાંથી એક પંખાનું સંશોધન પૂર્ણ કરીને અનિલ સરાવગી હસ્તક પેટર્ન ફાઈલ કરી છે. હવે તેઓ વૈશ્વિક કક્ષાએ PCT એપ્લિકેશન ફાઈલ કરી રહ્યા છે.
સીલિંગ ફેનની વિશેષતા
- પાંખો 360 ડિગ્રીએ ફરી શકાશે
- પંખાને 360 ડિગ્રી ફેરવવા માટે મોટર કે પાવરની જરૂર પડશે નહિ
- રૂમમાં પવન માટે બીજા પંખાની જરૂર નહિ રહે
- ઘરમાં બીજા પંખાની જરૂર નહિ રહે
- દીવાલોના ખૂણામાં જીવાત- મચ્છરોનો પ્રકોપ ઘટશે
- રૂમમાં દરેક વ્યક્તિને સરખો પવન મળશે
આ ટેક્નોલોજી વિકસાવવા માર્ગદર્શન આપનારા એટર્ની અનિલ સરાવગીએ જણાવ્યું કે, આ પ્રકારની ટેક્નોલોજી વિશ્વમાં પ્રથમ વખત વિકસાવામાં આવી છે. હાલમાં આ પંખાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા અંગે કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાને કાબુમાં લેવા આટલી થઇ કામગીરી અને ખર્ચ, નીતિન પટેલે કર્યો ખુલાસો
પોતાના સંશોધન વિશેની યાત્રા વિશે જણાવતા રોહિતભાઈ જણાવ્યું કે, તેમને અંગ્રેજી આવડતું નથી અને એન્જિનિયરિંગ શબ્દોમાં પણ ખબર પડતી નથી. એક વર્ષ પહેલા મને પેટર્ન શું છે તેની પણ ખબર પડતી નથી. ત્યારબાદ અનિલભાઈના સંપર્કમાં આવ્યા બાદ 6 મહિનાની મહેનત પછી તેઓ પેટર્ન માટે માહિતી અને ડ્રોઈંગ આપી શક્યા હતા.
- આ પંખાનો વીડિયો આ લિંક પર જોઈ શકાશે – tiny.cc/fanfan
