સુમન શાળામાં ભણતા 108 પ્રતિભાશાળી વિધાર્થીઓ માટે 3.75 કરોડ રૂપિયાની "સી.આર પાટીલ સ્કોલરશીપ" ની અપાઈ સ્કોલરશીપ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ નો આગામી પાંચ વર્ષ સુધીના ભણતરનો ખર્ચ સાથે પોકેટ મનીની પણ જવાબદારી ઉઠાવાશે
સંજીવકુમાર ઓડિટરિયમ ખાતે કરાઈ જન્મ દિવસની ઉજવણી
સુરતઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ, સી.આર પાટીલ જન્મ દિવસની, ન ભૂતો ને ભવિષ્યતિ એવી ઉજવણી “જ્ઞાનોત્સવ” તરીકે કરવામાં આવી “જ્ઞાનોત્સવ” અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારના બાળકો જે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. એવા 108 પ્રતિભાશાળી વિધાર્થીઓ માટે 375 કરોડ રૂપિયાની સી.આર.પાટીલ સ્કોલરશીપ આપવામાં આવી જેના અંતર્ગત આ વિદ્યાર્થીઓના આગામી પાંચ વર્ષના ભણતરનો ખર્ચ ગરીબ પરિવારોના માથેથી દર થયો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને એક નવી દિશા આપવાનું એક અનોખું કાર્યનું આયોજન કરવા માં આવ્યું. આ અંગે સુરત મનપા ના સ્થાઈ સમિતિ ના અધ્યક્ષ પરેશ પટેલ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કાર્યકતા દરેક જણ પોતાના જન્મ દિવસની ઉજવણી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવે છે. આ ભારતીય સંસ્કાર અને પરંપરા ભારતીય જનતા પાર્ટીઓના દરેક કાર્યકર્તાના જીવનનાં ભાગ છે. ત્યારે આજ રોજ ભારતીય જનતા પાણીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ સી આર પાટિલ ના જન્મ દિવસની ઉજવણી માત્ર સમાજ સેવાજ નહીં પણ સમાજને એક નવી દિશા મળે એ રીતે કરવામાં આવી રહી છે.

સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે જ્ઞાનોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના અંતર્ગત 3.75 કરોડ રૂપિયાની સી આર પાટીલ સ્કોલરશીપ’ 108 છાત્રોને આપવામાં આવી હતી. આ સ્કોલરશીપ નો લાભ સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં ભણતા આર્થિક રીતે નબળા પરિવારના 108 પ્રતિભાશાળા વિધાર્થીઓ ને મળ્યું છે. સુમન હાઈસ્કૂલમાં ધોરણ 11માં ભણતા આ તમામ વિદ્યાર્થીઓને સી.આર.પાટિલ ના હસ્તે સ્કોલરશીપ અપાઈ હતી. આ તમામ વિદ્યાર્થીઓના આગામી પાંચ વર્ષના ભણતરનો ખર્ચ આ સ્કોલરશીપ માં આવરી લેવામાં આવ્યો છે. એટલે કે વિદ્યાર્થીઓની રેજીસ્ટ્રેશન ફી, બુક્સનો ખર્ચ થી માંડીને કોચિંગની ખર્ચ, શારીરિક અને માનસિક વિકાસ અને સ્વાસ્થ્યની વર્કશોપ્સ અને એનાથી આગળ વિદ્યાર્થીઓનો પોકેટમની માટે સુદ્ધા તેમના વાલીઓને નહીં ચૂકવવા પડે. આમ જ્ઞાનોત્સવ થકી 108 પરિવારોના દીકરા – દીકરીનો જવાબદારી સ્વીકારી આ પરિવારોને મોટી આર્થિક રાહત આપવા સાથે બાળકોના ઉચ્ચ અભ્યાસની ચિંતાઓ પણ દૂર કરી છે.
ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગર સોશિયલ મીડિયાનો ઇન્ચાર્જ સી.એ. હિર અરોરાએ જણાવ્યું હતું કે સી.આર.પાટીલ સ્કોલરશીપ થકી 108 પરિવારોના જીવનને એક નવી દિશા મળશે. ત્યારે આ તબક્કે સ્કોલરશીપના લાભાર્થી વિધાર્થીઓ પાસેથી પણ એક સંકલ્પ લેવડાવ્યો હતો કે તેઓ પણ જીવનમાં સફળ થયા બાદ આ જ રીતે એક-એક વ્યક્તિના પિરની જવાબદારી લેશે એટલે કે ચેન સિસ્ટમ થકી વધુ ને વધુ પરિવારોનું જીવન ધોરણ બદલાતું રહેશે. સાથે આ વિદ્યાર્થીઓ માટે શહેરના નામી ઉદ્યોગપતિ પરિવારો મેન્ટર ની ભૂમિકા નિભાવશે અને માર્ગદર્શન પૂરું પાડશે. આજ રોજ પણ સુમન શાળાના 1000+ વિદ્યાર્થીઓ માટે મેન્ટરીંગ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવ્ય રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, મહામંત્રી કિશોરભાઈ બિંદલ, મુકેશભાઈ દલાલ, કાનુભાઈ ભીમનાથ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, સ્થાઈ સમિતિના અધ્યક્ષ પરેશ ભાઈ પટેલ, નેતા પક્ષ અમિતસિંહ રાજપૂત અને સુરત શહેરના સામાજિક આગેવાનો અને ભાજપના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.